આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો આજની આગાહી
By-Gujju11-04-2024
આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો આજની આગાહી
By Gujju11-04-2024
નિષ્ણતો અને હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે 11 તારીખ માટે આગાહી કરી છે.
આજે ક્યાં કયા વરસાદની આગાહી?
હવામાન નિષ્ણાંત દ્વારા આજે 11 તારીખ ના રોજ આગાહી કરતા જણાવ્યું છે કે, આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. પરંતુ આજમાં વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવી નથી. જોકે વાદળછાયુ વાતાવરણના કારણે અમુક એકલ દોકલ વિસ્તારમાં છાંટા જોવા મળી શકે છે.
12 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહો પાણીયુક્ત અને વાયુયુક્ત ચિન્હમાં હોવાથી પવન સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 થી 15 એપ્રિલ ગાજવીજ અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ. આ દિવસોમાં પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે.
13 થી 16 તારીખમાં આગાહી
જેના સાથે જ ગુજરાતમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં કચ્છ, ગીર સુરત, નવસારી, સોમનાથ, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતા છે. તેમજ 13થી 15 એપ્રિલ દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, વલસાડ, દાહોદ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.