Tuesday, 28 January, 2025

જાણો ખાલી પેટે શું ખાવું અને શું ના ખાવું

420 Views
Share :
જાણો ખાલી પેટે શું ખાવું અને શું ના ખાવું

જાણો ખાલી પેટે શું ખાવું અને શું ના ખાવું

420 Views

આપની રોજીંદા જીવન  માં ઓફીસ અને કોલેજ સમયસર પહોચવા માટેની જલ્દી માં આપને સવાર ના નાસ્તા માં જે વસ્તુ આપણ ને દેખાય એ ઉપાડી નાસ્તો કરીએ છીએ, પરંતુ કેટલીક ખાદ્ય વસ્તુઓ ભૂખ્યા પેટે આપના શરીર ને નુકશાન કરે છે. તો જાણીએ ક્યાં ક્યાં ખાદ્ય પદાર્થો ખાલીપેટે ટાળવા અને ક્યાં ખાદ્યપદાર્થો નું સેવન કરવું.

Breakfast ideas in Gujarati

ખાલી પેટે શું ના ખાવું ?

૧) ચોકલેટ/મીઠાઈ

સવાર સવાર માં ચોકલેટ/મીઠાઈ ખાવા નું ટાળો, સવાર માં ચોકલેટ/મીઠાઈ ખાવા થી તે ઇન્સ્યુલિનના સ્તરોમાં વધારો કરે છે, જે સ્વાદુપિંડ પર અસરકરે છે. સવાર સવાર માં ચોકલેટ/મીઠાઈ ખાવાનો નિયમ તમને ડાયાબિટીસ તરફ દોરી શકે છે.

Sweet

૨) પફ પેસ્ટ્રીઝ

સવાર સવાર માં પફ પેસ્ટ્રીઝ ખાવા નું ટાળો કારણ કે તેના કારણે તમને ગેસ ની સમસ્યા થઇ સકે છે.

puff

૩) દહીં અને આથા થી બનતી વાનગીઓ

ખાલી પેટે દહીં ખાવા થી તે પેટ ની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નો વધારો કરે છે, જે લેક્ટિક એસિડ બેક્ટેરિયાને નુકશાન કરે છે. તેથી, પોષક દ્રવ્યો જે શરીર ને જરૂરી છે તે મળી સકતા નથી.

yogurt and dessert cream

૪) કાકડી અને લીલા શાકભાજી

તમને લાગતું હશે કે સવાર સવાર માં લીલા શાક્ભાજી તમારા પેટ માટે ફાયદા કારક છે પરંતુ તેવું નથી ખાલી પેટે ગેસ થાય છે અને પેટમાં દુખાવો પણ કરે છે.

cucumber

૫) નાશપતી

નાશપતી ની અંદર આવેલા ફાઈબર ખાલી પેટના નાજુક મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડવા જવાબદાર છે.

Pear

૬) ખટાશવાળા ફળો

નારંગી જેવા ખટાશ વાળા ફળોમાં ફળોનો એસિડ હોય છે. જે ખાલી પેટે જઠરનો સોજો, હોજરીનો અલ્સર તેમજ પેટ બળતરા થવા ની શક્યતા માં વધારો કરે છે.

Citrus fruits

૭) કાર્બોનેટેડ ધરાવતા ઠંડા-પીણાં

તમે એવું વિચારિયું હશે કે કાર્બોનેટેડ ધરાવતા ઠંડા-પીણાં ની કેફીન સામગ્રી તમને દિવસ ભર સ્ફૂર્તિ અપાવ્યા કરશે પરંતુ તે પેટ ના મ્યુકોસ મેમ્બ્રેનનો નાશ કરે છે જેને કારણે પેટમાં રક્ત પુરવઠા ઘટાડે છે અને પાચન ઘટે છે.

drinks

૮) ટામેટા

તમને રસદાર ટામેટા બહુ ભાવતા હશે પરંતુ ટામેટા માં રહેલું તન્નિક એસીડ એસીડીટી માં વધારો કરે છે અને તે હોજરીનો અલ્સર નું કારણ પણ બની શકે છે.

Tomatoes

૯) કેળા

કેળા ના સેવન થી રક્તમાં મેગ્નેશિયમ નો ખુબજ વધારો થાય છે અને હૃદય માટે હાનિકારક થઇ શકે છે.

Bananas

ખાલી પેટે શું ખાવું?

૧) ઓટ્સ

ઓટ્સ ની અંદર આવેલ ફાયબર તમાંરુ કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ કરે છે. સવાર સવાર માં ઓટ્સ નો ૧ વાટકો તમારા પેટ માં ઉત્પન થતા હાઈડ્રોક્લોરિક એસિડમાંથી રક્ષણ આપે છે.

breakfast ideas in Gujarati - Oatmeal

૨) તરબૂચ

તરબૂચ ની અંદર આવેલું પાણી તમને ડીહાઈડ્રેસન થી દુર રાખે છે. અને તેની અંદર આવેલ લિકોપીન તમારી આંખો અને હૃદય માટે સારું છે.

Watermelon

૩) મધ

મધ નું સેવન સવાર સવાર માં ઊર્જાના સ્તરો નો વધારો કરે છે. મધ ના સેવન થી તમારો સમગ્ર દિવસ સ્ફૂર્તિમય પસાર થશે, સાથે સાથે તે સેરેટોનિનના સ્તરમાં વધારો  કરે છે જેને કારણે તમે ખુશ રહો છો.

Honey

૪) જાંબુ

નાસ્તા માટે જાંબુ લેવા થી મેમરીમાં સુધારો થાય છે અને તે મેટાબોલિઝમ અને બ્લડ પ્રેશરનું નિયમન કરે છે.

Blueberries - breakfast ideas in Gujarati

૫) સુકો મેવો

સુકો મેવો પાચન માટે ખુબ અસરકારક છે અને તે પેટમાં પીએચ સ્તરનું નિયમન કરે છે.

Nuts

૬) ઈંડા

ઈંડા  સ્વાદિષ્ટ અને પોષક તત્વો થી ભરપુર હોય છે. તે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. જેથી તમને બીજો નકામો નાસ્તો કરવા ની જરૂરત રહીતી નથી અને તમારા માં શરીર માં વધારા ની કેલેરી લેતા રોકે છે.

Eggs - breakfast ideas in Gujarati
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *