જાણો શિયાળામાં ફરવા લાયક સ્થળો વિશે
By-Gujju13-01-2024
જાણો શિયાળામાં ફરવા લાયક સ્થળો વિશે
By Gujju13-01-2024
હરવા-ફરવાનો શોખ તો લગભગ તમામ વ્યક્તિને હોય છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે લોકોને ફરવા જવું સૌથી વધુ ગમે છે. આગામી મહિનામાં ડિસેમ્બર સાથે લોકોની રજાઓ વાપરવાનો અંતિમ મહિનો હશે. આવામાં તમે રજાઓમાં તમે ઘણા સ્થળોમાં ફરવા જઇ શકો છો. જેની યાદી અમે તમને જણાવી રહ્યા છીએ.
ગુલમર્ગ, કાશ્મીર
જો તમે બરફની ખીણોમાં ફરવા માંગો છો, તો આ વખતે કાશ્મીર માટે બેગ પેક કરીને સસ્તા બજેટમાં પ્રવાસનું આયોજન કરી શકો છે. ગુલમર્ગ શિયાળાની મોસમમાં પ્રવાસીઓથી ભરેલું રહે છે. તમે બર્ફીલા મેદાનોનો નજારો જીવનભર યાદ રાખવાના છો. ગુલમર્ગમાં પ્રવાસીઓ માટે શિયાળાની પ્રવૃત્તિઓ પણ છે. તો તમે કાશ્મીરના પ્રવાસનો આનંદ માણી શકો છો.
ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ
શિયાળાની ઋતુમાં હિમાચલ પ્રદેશ પણ પ્રવાસીઓથી ભરેલું રહે છે. ઘણા પ્રવાસીઓ શિમલા, કુલ્લુ-મનાલી ફરવા આવે છે. જો તમે આ સ્થળોની મુલાકાત લઇ લીધી હોય, તો આ શિયાળાના વેકેશનમાં ડેલહાઉસીની ટ્રીપ પ્લાન કરો.
ડેલહાઉસીને મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમે પર્વતો, ધોધ અને ખાસના ખુલ્લા મેદાનો સાથે વહેતી સાફ નદીના નજારાનો આનંદ માણી શકો છો. પ્રકૃતિનો સુંદર નજારો તમારી સફરને યાદગાર બનાવશે. ડેલહાઉસીની સાથે તમે આસપાસના વિસ્તાર સુભાષ બાઓલી, બરકોટા હિલ્સ, પંચપુલાની પણ મુલાકાત લઈ શકો છો.
જેસમેર, રાજસ્થાન
જો તમે હિમવર્ષા અથવા ઠંડા હવામાન દરમિયાન સુખદ હવામાન સ્થળની મુલાકાત લેવા માંગતા હો. તો રાજસ્થાનનો પ્રવાસ કરી શકો છો. શિયાળાની ઋતુમાં જેસલમેર પણ પ્રવાસીઓથી ભરેલું હોય છે. રણમાં કેમ્પિંગ સાથે, તમે પેરાસેલિંગ, ક્વોડ બાઇકિંગ અને ડ્યુન બેશિંગ કરી શકો છો. જેસલમેરમાં જોવા જેવી ઘણી વસ્તુઓ છે. જેમ કે, કિલ્લો, થાર મ્યુઝિયમ, જૈન મંદિર, નાથમલ કી હવેલી જોવા મળશે.
મુન્નાર, કેરળ
મુન્નાર કેરળમાં આવેલું છે, જ્યાંનું ખુશનુમા વાતાવરણ હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ શિયાળામાં આ સ્થળની મુલાકાત લેવાની એક અલગ જ મજા છે. મુન્નારને દક્ષિણ ભારતનું કાશ્મીર કહેવામાં આવે છે. હનીમૂન કપલ માટે આ જગ્યા બેસ્ટ છે. જ્યાં તમે હાઉસબોટિંગનો આનંદ માણવા ઉપરાંત, ચાના બગીચા, કોચીનો કિલ્લો અને બીજી ઘણી વસ્તુઓ છે, જેની મુલાકાત તમે લઇ શકો છો.
ઓલી, ઉત્તરાખંડ
ઓલી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં એડવેન્ચર પ્રેમીઓ જવા માંગે છે. દર વર્ષે લાખો સહેલાણીઓ અહીં સ્કીઇંગ માટે આવે છે. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા ઓલીમાં ઘણી શિયાળુ રમત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં તમે ભાગ લઈ શકો છો.