Thursday, 2 January, 2025

જાનુડી ના લગન Lyrics in Gujarati

369 Views
Share :
જાનુડી ના લગન Lyrics in Gujarati

જાનુડી ના લગન Lyrics in Gujarati

369 Views

હે તમે ચોરીયે ચોરીયે ચડો તો જાન પાપણ ના પલાળજો
હે તમે ચોરીયે ચોરીયે ચડો તો જાન પાપણ ના પલાળજો
શકન જોઈ ફેરા ફરજો, હો સકન જોઈ ફેરા ફરજો

હે તમે ફેરા ફરો તો જાન મુખે મલકાજો
શકન જોઈ ફેરા ફરજો હો સકન જોઈ ફેરા ફરજો

હો નહિ લખ્યો હોય તારો પ્રેમ મારા ભાગ્ય માં
તને જોયા વગર હુ જીવીશ જીવન માં

હે તમે મહેંદી મેલો તો જાન
હે હાથે મહેંદી મેલો તો જાન મુખે મલકાજો
શકન જોઈ ફેરા ફરજો હો હો સકન જોઈ ને ફેરા ફરજો
હા શકન જોઈ ને ફેરા ફરજો

હો મારી જીંદગી નો પેલો પ્યાર પાગલ તુજ છે
ભરતી ના અવળુ ડગલું દિલ મારુ દુઃખશે
હો તારા કર્યા વાલ મારી આંખો ને રડાવશે
તારી જેમ હંભારી મને કોણ રે ખવડાવશે

હો દિલ મા ધણા દુઃખ તોય હસી નાખુ મુખે
તને દુઃખી કરું તો તો રામ મારો રૂઠે

હે જોઇ તમારા પરણાને હે જોઇ તમારા પરણાને તમે હૈયે હરખાજો
શકન જોઈ ફેરા ફરજો હો હો શકન જોઈ ને ફેરા ફરજો
હા શકન જોઈ ને ફેરા ફરજો

હો સપનુ રે સમજી ને પાગલ ભુલી જવુ પડશે
યાદ કરશો તો સાનુ સાનુ રોવુ પડશે

હો આવતા જતા મલતા રેજો અમને રે અજાણ થઈ
વાલા સોને વાલા રેજો સદાય મારા પ્રાણ થઈ

હો બે ચાર દાડા તો મને ખોટુ લાગશે
પણ તારા રે પિયુજી જોડે ખુશ થઈ ને રેજે

હે અમે આવીયે તારા માંડવે તો
હે અમે આવીયે તારા માંડવે તો હામુ ના તાકજો
શકન જોઈ ફેરા ફરજો હો હો શકન જોઈ ને ફેરા ફરજો
હા શકન જોઈ ને ફેરા ફરજો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *