Wednesday, 20 November, 2024

જાપાન ચંદ્ર પર ઉતરવાની સિદ્ધિ મેળવનાર પાંચમો દેશ બન્યો

9657 Views
Share :
japan chandrayan

જાપાન ચંદ્ર પર ઉતરવાની સિદ્ધિ મેળવનાર પાંચમો દેશ બન્યો

9657 Views

જાપાનના SLIM મૂન મિશને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું છે. હવે જાપાન ચંદ્રની જમીન પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહ્યું છે.

SLIMનો અર્થ થાય છે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન. SLIM એ તે જ વિસ્તારમાં લેન્ડિંગ કરી છે જે ચંદ્રના ધુ્રવીય વિસ્તારમાં છે. અહીંમહત્ત્વની વાત એ છે કે લેન્ડિંગ માટે જે સ્થળ પસંદ થયું હતું તે સ્થળની આસપાસ જ ચોકસાઈપૂર્વક લેન્ડિંગ થઈ હતી. 

જાપાનની સ્પેસ એજન્સી જએએક્સએ (JAXA) એ  જણાવ્યું હતું કે લેન્ડિંગ માટે ૬૦૦ બાય ૪,૦૦૦  કિ.મી.નો વિસ્તાર શોધવામાં આવ્યો હતો.  SLIM આ વિસ્તારમાં લેન્ડિંગ કર્યુ છેસ્લિમે જે વિસ્તારમાં લેન્ડિંગ કર્યુ છે તે ચંદ્રના ધુ્રવીય વિસ્તારમાં છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે લેન્ડિંગ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું ત્યાં યાને એકદમ ચોકસાઇપૂર્વક લેન્ડિંગ કરી. 

તેનું કારણ હતું કે જાપાનનું લક્ષ્યાંક હતું કે લેન્ડિંગ સ્થળના ૧૦૦ મીટરના વિસ્તારમાં જ તેનું સ્પેસક્રાફટ ઉતરે. હવે તેને તેમા સફળતા મળી ચૂકી છે.

તેની લેન્ડિંગ સાઇટનું નામ શિયોલી ક્રેટર છે. તેને ચંદ્ર પર સૌથી વધુ અંધારાવાળો વિસ્તાર કહેવાય છે. એક બીજી સંભવિત લેન્ડિંગ સાઇટ મેયર નેક્ટારિસ પણ છે. તેના ચંદ્રનો સમુદ્ર કહેવાય છે.

SLIMમાં એડવાન્સ ઓપ્ટિકલ અને પ્રોસેસિંગ ટેકનોલોજી લાગેલી છે. તેની સાથે એક્સ-રે ઇમેજિંગ એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી મશીન પણ ગયું છે. તે ચંદ્ર પર ચારેય બાજુ ચક્કર લગાવતા તેના પર વહેતી પ્લાઝમા હવાની ચકાસણી કરશે, જેના લીધે બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાઓના સર્જનની ખબર પડી શકે. તેને જાપાન, નાસા અને યુરોપીયન સ્પેસ એજન્સીએ મળીને બનાવ્યું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *