જતા જતા થીજવી ગયું 2023, લઘુત્તમ તાપમાન નોંધાયું
By-Gujju01-01-2024
જતા જતા થીજવી ગયું 2023, લઘુત્તમ તાપમાન નોંધાયું
By Gujju01-01-2024
અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5.2 ડિગ્રી વધુ હતું. 29.4 ડિગ્રી પર મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધુ હતું.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, 31 ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, એવી આગાહીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ હવામાન મથકોએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, કંડલામાં 14.6 ડિગ્રી અને ડીસામાં 14.8 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. વળી, આવનારાગ બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. વળી, રાતનુ તાપમાન પણ 2-3 વધી શકે છે. હાલમાં વાતાવરણમાં ભેજ છે.
અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. વડોદરામાં 18 ડિગ્રી તાપમાન રહેશે. સુરત શહેરમાં ઠંડીમાંથી રાહત મળશે. સુરત શહેરનું તાપમાન 22 ડિગ્રી રહેશે. ડિસામાં 14 ડિગ્રી તાપમાન રહેશે. આ સાથે વેરાવળમાં 21 ડિગ્રી તાપમાન રહેશે. રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. આ ઉપરાંત ભૂજ શહેરનું તાપમાન 16 ડિગ્રી રહેશે.