Sunday, 8 September, 2024

Jay Jay Shri Yamuna Lyrics in Gujarati | Yamunaji Aarti Lyrics in Gujarati

266 Views
Share :
Jay Jay Shri Yamuna Lyrics in Gujarati | Yamunaji Aarti Lyrics in Gujarati

Jay Jay Shri Yamuna Lyrics in Gujarati | Yamunaji Aarti Lyrics in Gujarati

266 Views

જય જય શ્રીયમુના મા, જય જય શ્રીયમુના (૨)
જોતાં જનમ સુધાર્યો (૨), ધન્ય ધન્ય શ્રીયમુના…
મા જય જય શ્રીયમુના …

શામલડી સુરત, માં મુરત માધુરી (૨)
પ્રેમ સહિત પટરાણી (૨), પરાક્રમે પૂરાં
મા જય જય શ્રીયમુના …

ઘેવર વન ચાલ્યા, મા ગંભીરે ઘેર્યા (૨)
ચુંદડીએ ચટકાળાં (૨), પહેર્યા ને લહેર્યા
મા જય જય શ્રીયમુના …

ભુજ કંકણ રૂડાં, મા ગુજરિયો ચૂડી (૨)
બાજુબંધને બેરખા (૨), પહોંચી રત્ન જડી
મા જય જય શ્રીયમુના …

ઝાંઝરની ઝમકે, મા વીંછિયાને ઠમકે (૨)
નેપુરને નાદે મા (૨), ઘુઘરીને ઘમકે
મા જય જય શ્રીયમુના …

સોળે શણગાર સજ્યા, મા નકવેસર મોતી (૨)
આભૂષણમા ઓપો છો (૨), દર્પણ મુખ જોતા
મા જય જય શ્રીયમુના …

તટ અંતર રૂડાં, મા શોભિત જળ ભરીયાં (૨)
મનવાંછિત મુરલીધર (૨), સુંદર વર વરિયાં
મા જય જય શ્રીયમુના …

લાલ કમળ લપસ્યા, મા જોવાને ગ્યાતા (૨)
કહે “માધવ” પરિક્રમા (૨), વ્રજની કરવાને ગ્યાતા
મા જય જય શ્રીયમુના …

યમુનાજીની આરતી, મા વિશ્રામ ઘાટે થાય (૨)
તેત્રીસ કરોડ દેવતા (૨), દર્શન કરવા જાય,
મા જય જય શ્રીયમુના …

શ્રીયમુનાજીની આરતી મા જે કોઈ ગાશે,
માં જે ભાવે ગાશે, તેના જનમ જનમના પાપો
સઘળા દૂર થાશે,
મા જય જય શ્રીયમુના …

જય જય શ્રી યમુના ,માં જય જય શ્રી યમુના
જોતા જનમ સુધાર્યો , જોતા જનમ સુધાર્યો
ધન્ય ધન્ય શ્રી યમુના
મા જય જય શ્રીયમુના …
મા જય જય શ્રીયમુના …
મા જય જય શ્રીયમુના …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *