Friday, 5 December, 2025

Je Lohi Ni Nai E Koi Ni Hai Lyrics in Gujarati

198 Views
Share :
Je Lohi Ni Nai E Koi Ni Hai Lyrics in Gujarati

Je Lohi Ni Nai E Koi Ni Hai Lyrics in Gujarati

198 Views

હા મતલબી હારે મને મહોબત લાગી
સુખી મારા સંસારમાં આગ તે લગાડી
કર્યું મારુ જીવતર તે તો ધુળ ધાણી
કોયલ વેશે કાગડો મળ્યો અમે કેમ ના જાણી

હા તને મારી રાખવા રાત દાડો જાગ્યો
હા …તને મારી રાખવા રાત દાડો જાગ્યો
જુલ્મી જમાના હામે જંગ મેં તો માંડયો
ઈરાદો તારો જાણ્યો નઇ
હા જે લોહીની નઈ એ કોઈની નઈ
હા જે લોહીની નઈ એ કોઈની નઈ

હો તને મારી રાખવા રાત દાડો જાગ્યો
જુલ્મી જમાના હામે એકલો હું બાજ્યો

હા ક્યાં ભવના વેરની તે વસુલાત વાળી
ધારી એથી નીકળી તું ડબલ ગેમ વાળી
હા તારા રૂપના રવાડે જીંદગી મેં બગાડી
ખાઈને મારુ ખુટી તારી ખુટલ ખાનદાની
હો દુનિયાથી વેર બાંધી તને મેં તો રાખી
હા દુનિયાથી વેર બાંધી તને મેં તો રાખી
તોય મારા દિલ હારે તે કેવી રમતો માંડી
મને તું હમજાણી  નઇ
હા જે લોહીની નઈ એ કોઈની નઈ
હા હા જે લોહીની નઈ એ કોઈની નઈ

હા તારા લીધે છુટ્યા મારે ગોમાંના અન્નપોણી
કરી ના પરવા મેં તો મારા પરિવારની
હો લુંટી લીધી તે તો મારી ચડતી જવાની
તારા વાદે છડી મેં કરી પરણેતર ખાખની
હો હાચુ મારુ હોનુ મારા  ઘરે હું તો ભુલ્યો
હા હાચુ મારુ હોનુ મારા  ઘરે હું તો ભુલ્યો
ભુલ થઈ ગઈ મારી હું તો ધણિયાણીને ભુલ્યો
કોઈનો રે વાળ્યો વળ્યો નઈ
હા હવે તારા જેવી મારે સાત જન્મે જોવે નઈ
તું લોહીની નઈ તો બીજા કોઈની નઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *