જીરા રાઈસ ની Recipe
By-Gujju03-02-2024
જીરા રાઈસ ની Recipe
By Gujju03-02-2024
નમસ્તે મિત્રો આજે આપણે જીરા રાઈસ ની રેસીપી – jeera rice banavani rit શીખીશું. જેમને રસોઈ બનાવતા નથી આવડતી પણ રસોઈ બનાવી પડે એમ છે કેમ કે હોસ્ટેલ માં રહે છે, અથવા પીજી માં રહે છે ને રસોઈ બનાવવી પડે એમ હોય તો એમના માટે એકદમ સરળ રીતે ભાત બનાવવાની રીત અમે આજ લઈ આવ્યા છીએ. તો ચાલો જાણીએ જીરા રાઈસ બનાવવાની રીત – jeera rice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
જીરા રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- બાસમતી ચોખા 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- પાણી જરૂર મુજબ
જીરા રાઈસ ની રેસીપી | jeera rice recipe in gujarati
જીરા રાઈસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા અથવા તમારા પાસે જે ચોખા હોય એ સાફ કરી ને લ્યો ત્યાર બાદ એક બે પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો અને હવે બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો. વીસ મિનિટ પછી ચોખા નું પાણી નિતારી ને અલગ કરી લ્યો.
હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તેમાં તેલ કે ઘી એક ચમચી. સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતરેલ ચોખા નાખી મિક્સ કરી ચડવા દયો. પાણી ને ચોખા ઉકળવા લાગે એટલે ગેસ ને ધીમો કરી શકો છો અને અડધું ઢાંકણ ઢાંકી ને ચોખા ને 90% સુંધી ચડાવી લ્યો.( અહી તમે એક બે ટીપાં લીંબુનો રસ નાખશો તો પણ ચોખા છૂટા છૂટા બનશે )
ચોખા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને ચોખા ને ચારણી માં કાઢી લ્યો અને એમાં રહેલ વધારા નું પાણી અલગ કરી લ્યો પાણી અલગ થાય અને થોડા ઠંડા થવા દયો.
ત્યાર બાદ એનો વઘાર તૈયાર કરી લ્યો. વઘાર કરવા માટે વઘરીયા અથવા કડાઈ માં તેલ કે ઘી ની ને ચમચી ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાખી તતડાવો,
ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ગ્રેવી વાળા શાક, દાળ સાથે સર્વ કરો જીરા રાઈસ.