Jesal Kari Le Vichar Mathe Jmno Che Mar Gujarati Lyrics
By-Gujju25-04-2023
343 Views
Jesal Kari Le Vichar Mathe Jmno Che Mar Gujarati Lyrics
By Gujju25-04-2023
343 Views
Jesal Kari Le Vichar Mathe Jmno Che Mar Gujarati Lyrics In Gujarati Language.
જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર, સપના જેવો છે
સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…
હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા ,
ફૂટે ઇ તો કિયા કૅવાય, ખરાની ખર્ચે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…
| ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…
અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવું મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી..