Jhini Jhini Lyrics in Gujarati
By-Gujju01-06-2023
158 Views
Jhini Jhini Lyrics in Gujarati
By Gujju01-06-2023
158 Views
એક થોડી વાર
મનના મોરલીયાએ ગહેક લીધી રે… ગહેક લીધી રે…
એક થોડી વાર
હૈયાના હરણાએ ઠેક લીધી રે… ઠેક લીધી રે…
એક થોડી વાર
આવી સુગંધ ને
એક થોડી વાર
અત્તર-બત્તર અધર-પધર હું
ઝીણી ઝીણી મહેક આવે ભીની
ઝીણી ઝીણી મહેક આવે ભીની
ઝીણી ઝીણી આવી તાજગીની
ઝીણી ઝીણી મહેક નથી વીણી હો
આજ લગી જે મારું લાગતું
કોઈનું લાગે હવે
આંખોથી છે કોઈ માંગતું
સપનું મારું હવે
દીધો મેં પહેરો છે, પણ એ જે ચહેરો છે, વેગીલી લહેરો છે
લાગી જરી વાર
આજ તડીપાર
મારાથી હું બ્હાર
એક થોડી વાર
સઘળુંયે બંધ ને
એક થોડી વાર
ચકળ-વકળ અખડ-બખડ હું
ઝીણી ઝીણી મહેક આવે ભીની
ઝીણી ઝીણી મહેક આવે ભીની
ઝીણી ઝીણી આવી તાજગીની
ઝીણી ઝીણી મહેક નથી વીણી હો