Sunday, 22 December, 2024

જીમૂતનો નાશ

366 Views
Share :
જીમૂતનો નાશ

જીમૂતનો નાશ

366 Views

{slide=Jimut killed}

Pandavas settled in Virat and passed their days in incognito. Yudhisthir, Bhim, Arjun, Sahadev and Nakul excelled in their assigned jobs and commended great respect from the King of Virat. Until now, they did not face any major hurdle to conceal their identity. However, testing times awaited them. It was their fourth month in Virat and, continuing with Kingdom of Matsya’s age old tradition, grand celebration took place to mark Brahma’s festival. One of the main attraction of the festival was fights between leading wrestlers, who turned up there from far flunged places. One of the wrestler, namely Jimut, openly challenged everyone to fight with him but nobody accepted his challenge as other wrestlers were well-versed with his might.

King Virat knew that his cook, Ballav was a good wrestler so he asked Ballav to accept the challenge. Bhim, disguised as Ballav, knew very well that if he would fight, his true identity would get revealed but he could not turn down King’s invitation. A fierce fight took place in which Jimut, the challenger, bite the dust and Ballav won. Ballav’s victory over mighty Jimut pleased King Virata. King amply rewarded Ballav. Pandavas became happy at the outcome of the fight. Draupadi, however was lamenting on Pandavas fate.
 

દ્યુતરહસ્યને જાણનારા પાંડુપુત્ર યુધિષ્ઠિર વિરાટરાજને દ્યુતસભામાં દોરી યથેચ્છ રીતે રમાડતા હતા. વિરાટરાજા ના જાણે તેમ પોતાનું જીતેલું ધન પોતાના ભાઈઓને યોગ્ય રીતે આપતા હતા. ભીમસેન, મત્સ્યરાજે તેને આપેલાં વિવિધ ભક્ષ્યો, યુધિષ્ઠિરને આપતો હતો. અર્જુન અંતઃપુરમાં મળેલા ઊતરેલાં જૂનાં વસ્ત્રો સર્વ પાંડવોને આપતો હતો. સહદેવ ગોવાળિયાના વેશમાં રહીને પાંડવોને દહીં, દૂધ અને ઘી આપતો. નકુલ અશ્વશિક્ષણનું કાર્ય કરીને નરપતિ વિરાટને પ્રસન્ન કરી ધન પામતો અને જે ધન મળતું તે પાંડવોને આપતો. તપસ્વિની દ્રૌપદી કોઈ પોતાને ઓળખી જાય નહીં એવી રીતે રહેતી. તે મહારથીઓ એકબીજાને સહાયક થઈને ગુપ્તપણે વિરાટનગરમાં વિચરતાં.

ચોથે મહિને મત્સ્યદેશમાં બ્રહ્માનો સુંદર અને સમૃદ્ધ મહોત્સવ આવ્યો.

બ્રહ્મસભામાં બ્રહ્માના ઉત્સવ માટે અને કૈલાસ સભામાં પશુપતિનાથના ઉત્સવ માટે જેમ દેવમંડળો આવે તેમ ત્યાં જુદી-જુદી દિશાઓમાંથી હજારો મલ્લો આવીને એકઠા થયા. તે મલ્લો મહાકાય અને મહાપરાક્રમી હતા.

રાજાએ તે સર્વનો સારી રીતે સત્કાર કર્યો.

રાજાની સમક્ષ આવીને તેમણે અખાડામાં અનેકવાર વિજય મેળવ્યો હતો.

તેમનામાં એક મહાન મલ્લે સર્વ મલ્લોને કુસ્તી માટે આમંત્રણ આપ્યું. પરંતુ અખાડામાં કુસ્તી ખેલવાને તૈયાર ઊભેલા તે મલ્લ સામે કોઈપણ ઊભો થયો નહીં. જયારે સર્વ મલ્લો નિસ્તેજ અને ઉદાસ થઈ ગયા ત્યારે મત્સ્યરાજે પોતાના પાકાધ્યક્ષ બલ્લવને તે મલ્લ સાથે લડવાની આજ્ઞા કરી.

પોતે રખે ઉઘાડો પડી જાય એવી આશંકાથી ભીમ યુધ્ધ કરવાને તૈયાર ન હતો. છતાં તેણે દુઃખપૂર્વક લડવાનો વિચાર કર્યો. કેમ કે, તે રાજાને ખુલ્લી રીતે ના કહી ના શક્યો.

ભીમ વાઘની પેઠે ધીરે ધીરે પગલાં ભગલાં ભરતો આવ્યો અને વિરાટરાજને વંદન કરીને મોટા અખાડામાં પેઠો. ભીમે કચ્છને કસીને લોકોને હર્ષ ઉપજાવ્યો અને વૃત્રાસુર જેવા તે પ્રસિદ્ધ પરાક્રમી જીમૂત નામના મલ્લને યુદ્ધનું આવાહન આપ્યું.

તે બંને અત્યંત ઉત્સાહી અને ભયંકર પરાક્રમી હતા.

બંને વચ્ચે વજ્ર અને પર્વત વચ્ચે થયેલા યુદ્ધ જેવું અતિ ભયંકર યુદ્ધ મંડાયું.

મદઝરતા મહાગજની જેમ તે બંને અત્યંત મસ્ત થઈ ગયા હતા. એકબીજાનાં અંગને જાતજાતની આંટીઓ નાંખી દબાવવાં અને તેમને છૂટા પાડવાં, હાથની મુષ્ટિઓનો પ્રહાર કરવો, અંગોને પરસ્પર અથડાવવાં અને તેમ કરીને એકબીજાને દૂર ફેંકી દેવા, જમીન ઉપર પછાડીને દબાવવો, ઊંચે ઉછાળીને રગડી નાખવો, સ્થાન ઉપરથી એકાએક હડસેલી દેવો, બેઉ હાથની મુઠ્ઠીઓ વાળીને છાતીમાં ચોટ મારવી, ખભે ઊંચકી લઇ ઊંધે માથે ભમાવી, નીચે પટકી પાડીને, તેની પાસે ત્રાહ્ય પોકારાવવી, આંગળીઓ ખુલ્લી રાખીને લપડાકો લગાવવી, સીધી રાખેલી મજબૂત આંગલીઓથી ક્રોધપૂર્વક પ્રહાર કરવો, નખો મારવા, ભયંકર પાટુઓ લગાવવી, તેમજ ઢીંચણો અને માથાને પથ્થર અથડાવા જેવો અવાજ થાય તેમ અથડાવવાં, એવી એવી મલ્લવિદ્યાની રીતિથી એ શૂરવીરો વચ્ચે ઉત્સવના સમાજ આગળ યુદ્ધ ચાલ્યું. તે નિઃશસ્ત્ર અને શરીર, મન અને બાહુના બળ ઉપર નિર્ભર હતું, તો પણ ખૂબ જ ભયંકર નીવડ્યું. વુત્રાસુર અને ઇન્દ્ર વચ્ચેના યુદ્ધ જેવા બંને બળવાનો વચ્ચેના યુદ્ધમાં સર્વ પ્રેક્ષકો જીતનારને ઉત્સાહ આપનારા અવાજ કરવા લાગ્યા અને આનંદમાં આવી ગયા.

સુવિશાળ છાતીવાળા, લાંબા હાથવાળા અને મલ્લયુદ્ધમાં કુશળ તે બંને મોટી બૂમો પાડીને એકબીજાનો તિરસ્કાર કરવા લાગ્યા. તેમણે લોઢાની પરિઘ જેવા પોતાના બાહુઓથી એકબીજાને ભીડી લીધા. પછી હુંકાર કરતાં, સિંહ ગર્જના કરતાં હાથીને પકડીને ખેંચે તેમ ભીમસેને જીમૂત મલ્લને બે હાથે પકડીને ખેંચવા માંડયો. મહાબાહુ વીર્યવાન ભીમ તેને ઊંચકીને ઘુમાવવા લાગ્યો, ત્યારે મલ્લો અને મત્સ્ય દેશવાસીઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. વૃકોદરે મલ્લને સૌ વાર ભમાવ્યો એટલે તે નિશ્ચેતન અને નિષ્પ્રાણ થઇ ગયો. ભીમે તેને પૃથ્વી પર પછાડીને રગડી નાખ્યો.

લોકપ્રસિદ્ધ વીર જીમૂત મરણ પામ્યો ત્યારે વિરાટરાજ પોતાના બાંધવો સહિત અત્યંત આનંદ પામ્યો. તેણે કુબેરની જેમ એ મહાન અખાડામાં બલ્લવને હર્ષપૂર્વક પુષ્કળ ધન આપ્યું.

ભીમે મત્સ્યરાજની ઉત્તમ પ્રીતિ સંપાદન કરી.

જ્યારે ભીમની બરાબરનો કોઇ પુરુષ મળતો નહીં ત્યારે રાજા તેને સિંહો, વાઘો અને હાથીઓ સાથે પણ કુસ્તી કરાવતો. વળી વિરાટરાજ અંતઃપુરમાં સ્ત્રીઓની વચ્ચે બિરાજીને એનું મત્ત અને મહાબળવાન સિંહો સાથે યુદ્ધ કરાવતો.

અર્જુન પણ ગીત અને નૃત્યની મદદથી રાણીવાસની સ્ત્રીઓને તેમજ વિરાટરાજને સંતોષ આપતો. વિવિધ સ્થળેથી આવેલા વેગવાન ઘોડાઓને કેળવીને નકુલે પણ વિરાટરાજને સંતુષ્ટ કર્યા. પ્રસન્ન થયેલા રાજાએ તેને પુષ્કળ ધન આપ્યું. પોતાના બળદોને સારી રીતે કેળવાયેલા જોઇને પુરુષસિંહ વિરાટે સહદેવને અનેકવિધ ધન આપ્યું. દ્રૌપદી સૌને ક્લેશ પામી રહેલા જોઇને મનમાં અત્યંત ખેદ પામતી ઊંડાઊંડા નિસાસા નાખતી.

પાંડવો વિરાટરાજનાં કાર્યો કરતા ગુપ્ત રીતે વસવા લાગ્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *