Monday, 23 December, 2024

Jiv Re Vinanu Kholiyu Thayu Lyrics in Gujarati

130 Views
Share :
Jiv Re Vinanu Kholiyu Thayu Lyrics in Gujarati

Jiv Re Vinanu Kholiyu Thayu Lyrics in Gujarati

130 Views

હે જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું
હે જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું
જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું
હોમભળી જાનુડી તારા લગનની વાતું

હે આંખ રડી રે પડી દિલમાં દુઃખ રે થયું
આંખ રડી રે પડી દિલમાં દુઃખ રે થયું
હોમભળી જાનુડી તારા લગનની વાતું

હો કંકોત્રીમાં તારીખ છપાણી
મારા રે મોતની તારીખ લખાણી
કંકોત્રીમાં તારીખ છપાણી
મારા રે મોતની તારીખ લખાણી

હે મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું
હે મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું
મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું
હોમભળી જાનુડી તારા લગનની વાતું
અરે હોમભળી જાનુડી તારા લગનની વાતું

હો વાટો તારી જોઈ હું તો ઉભો રે રહ્યો
મળ્યા હમાચાર હું તો ચોઈનો ના રહ્યો
હો પહેલા મને લાગ્યું કોઈ કરી છે મજાક
વાત હતી સાચી દિલને લાગી ગયો દાગ

હો મને છોડવાનો તને ફર્ક ઘણો પડશે
આંખોની સાથે તારૂં દિલ પણ રડશે
મને છોડવાનો તને ફર્ક ઘણો પડશે
આંખોની સાથે તારૂં દિલ પણ રડશે

હે મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું
હે મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું
મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું
હોમભળી જાનુડી તારા લગનની વાતું
અરે હોમભળી જાનુડી તારા લગનની વાતું

હો છેલ્લી વાર વાત મારે તારી જોડે કરવી
મજબુરી કે તારી મરજી મરે જાણવી
હો કોના કહેવાથી ભર્યુ આવું તમે પગલું
પુછ્યા વગર તમે નોતા ભરતા ડગલું

હો તારી બધી મરજીમાં હું તો છું રાજી
દુવા કરૂં દિલથી તને ખુસીયો મળે જાજી
તારી બધી મરજીમાં હું તો છું રાજી
દુવા કરૂં દિલથી તને ખુસીયો મળે જાજી

હે મેતો નોતું રે વિચાયું એવું થઇ રે ગયું
હે મેતો નોતું રે વિચાયું એવું થઇ રે ગયું
જિગાનું દિલ આજે એકલું થઇ રે ગયું
હોમભળી જાનુડી તારા લગનની વાતું
અરે હોમભળી જાનુડી તારા લગનની વાતું
હો હોમભળી જાનુડી તારા લગનની વાતું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *