Thursday, 5 December, 2024

જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

367 Views
Share :
જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

367 Views

પહેલાંના સમયમાં વિધાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ અનેરૂ હતુ. શિસ્તુનું સંપૂણપણે પાલન કરવામાં આવતું! ગુરુકુળમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં જ્યાં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અન્ય બધું શીખવાડવામાં આવતું. પણ આજની આ ખર્ચાળ શાળાઓમાં જાણે શિસ્તનું મહત્વ જ ઓછું થઈ ગયું છે. વિદ્યાર્થીઓને પરિશ્રમ અને મહેનતનું મહત્વ સમજાવ્યા વગર વાલીઓ તેમને શાળાઓમાં ‍અભ્યાસ કરાવે છે. એટલે દિવસે ને દિવસે બાળકોમાં શિસ્તનું મહત્વ ઓછું થતું જોવા મળે છે. પહેલા ભણતરની સાથે સાથે વિનય અને વિવેકથી વર્તન કંઈ રીતે થાય તે પણ શીખવવામાં આવતું તેના બદલે હવે ભણેલાં વ્યક્તિઓ તોછડાઈ તેમજ અભિમાન ભર્યું વર્તન કરતાં જોવા મળે છે.

શિસ્ત એટલે સ્વ-શાસન. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સમજણથી નિયંત્રિત કરવી! પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણશક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું જોઈએ.

શિસ્તના બે પ્રકાર જોવા મળે છે. ૧.આંતરિક શિસ્ત અને ૨. બાહ્ય શિસ્ત . આંતરિક શિસ્ત એટલે સ્વ-નિયંત્રણ. પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણ શક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું એટલે આંતરિક શિસ્ત. જ્યારે બાહ્ય શિસ્ત એટલે કોઈના કહેવા પ્રમાણે અથવા કોઈ નિયમને અનુસરીને કરવામાં આવતું વર્તન. 

વ્યક્તિ ગમે તેટલું ભણેલું હોય,ગમે તેવી નોકરી કરતો હોય પણ જ્યાં સુધી તે વ્યક્તિના જીવનમાં શિસ્તનું અનુસરણ ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ સિદ્ધિ કામની હોતી નથી. જીવનમાં શિસ્તનું ખુબ જ મહત્વ હોય છે. આજકાલ શાળાઓમાં શિસ્તનું પ્રમાણ ખૂબ ઓછું થતું જોવા મળે છે. શિસ્તનું મહત્વ શું છે કે શિસ્ત જીવનમાં કેટલી જરૂરી છે તે શાળાઓ દ્વારા બાળકોને શીખવાડવામાં આવે છે.

મનુષ્યની એક આદત હોય છે, જે ન કરવાનું હોય તે પહેલાં કરે છે. આ બાબત પરથી આપણે શિસ્તનો અભાવ જોઈ શકીએ છીએ. શિસ્ત જીવનને નિયમબદ્ધ રીતે જીવતા શીખવાડે છે. શિસ્ત જીવનમાં અનુશાસન લાવે છે.જો દરેક વ્યક્તિ જીવનમાં શિસ્તને અપનાવે અને શિસ્ત અને નિયમબદ્ધ રીતે જીવે તો જીવન ખૂબ જ સહેલું બની જાય. 

 જેમ કે એક રસ્તો આડોઅવળો હોય તેના પર ચાલવું તેના કરતાં સીધા અને વ્યવસ્થિત રસ્તા પર ચાલીએ તો મંઝિલ સુધી પહોંચવું સહેલું થઈ જાય. અને મંઝિલ સુધી પહોંચવાનો સમય પણ ઓછો થઈ જાય. જીવનમાં શિસ્તનું મહત્વ કેટલું છે એ જાણવું હોય તો જીવનને બારીકાઈથી જોવાનું ચાલુ કરવું પડશે. 

એક જ વસ્તુ હોય જે બે વેપારી વહેંચતા હોય પણ કે વેપારીનું વર્તન સારું હશે તેના ગ્રાહક વધારે હશે. એટલે શિસ્ત હસે ત્યાં જીવન સહેલું બની જશે! પૃથ્વી પર ઋતુચક્ર , તહેવાર, દિવસ-રાત બધું જ નિયમ પ્રમાણે ચાલે છે. પ્રકૃતિના આ નિયમો શિસ્ત છે. પણ માનવો પોતાની પ્રકૃતિના કારણે શિસ્તનું મહત્વ ભૂલી રહ્યો છે. શિસ્ત જો જીવનને સહેલું બનાવતી હોય તો એનો જીવનમાં સ્વીકાર કરી લેવો જોઈએ.

જીવન અને વ્યવહાર બંનેમાં શિસ્ત હોવી જરૂરી છે કારણ કે જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે, વર્તનમાં શિસ્ત લાવે છે , નિયમબદ્ધ રીતે જીવે છે તે જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. જેમ એક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ હોય છે તેટલું જ મહત્વ શિસ્તનું પણ છે. શિક્ષણ અને શિસ્ત બંને એકબીજાના પૂરક છે. જીવનમાં શિસ્ત શિક્ષણથી આવે છે અને શિક્ષણનું મહત્વ શિસ્તથી જ સમજી શકાય છે. 

શિસ્ત બાળકમાં રહેલા ગુણોને નિખારે છે. બાળકમાં રહેલી ક્ષમતાઓ શિસ્તથી આગળ આવે છે. નિયમબદ્ધ રીતે જીવવું એ શિસ્તનો ભાગ છે. જે બાળક નાનપણથી નિયમબદ્ધ રીતે જીવતા શીખી જાય એ બાળક મોટો થઈને સફળ વ્યક્તિ બને છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *