જીવાશે નહી તમારા વગર Lyrics in Gujarati
By-Gujju06-11-2023
જીવાશે નહી તમારા વગર Lyrics in Gujarati
By Gujju06-11-2023
હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર…(2)
તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હરપળ હરઘડી તમને શોધે આ નજર…(2)
હવે જીવાશે નહિ તમારા વગર
હો તમે મારા યાર છો તમે મારા પ્યાર છો
મારી ચૂડી તમે છો તમે જ મારા ચાંદ છો
હો તમે રાહ માં મળ્યા છો થઇ ને હમસફર
રાહ માં મળ્યા છો થઇ ને હમસફર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હવે જીવાશે નહિ તમારા વગર
હો તમારા થી અળગુ થવાનું ના જીવ થાય
તમને ના જોઉં તો વાલમ મારો જીવ જાય
હો કોઈ નથી જગ માં મારૂ તમારા સિવાય
જીવ મારો બઉ મુંજાય જો તમારે મોડું થાય
હો તમે છો સવાર મારી તમે છો રાત
તમે રાખજો સદા વાલમ હાથ માં રે હાથ
હો તમે રાહ માં મળ્યા છો થઇ ને હમસફર
રાહ માં મળ્યા છો થઇ ને હમસફર
હવે જીવાશે નહિ તમારા વગર
હો હવે જીવાશે નહિ તમારા વગર
હો તમારા સિવાય કઈ નથી મારી જિંદગી
રહો સલામત રબ જોડે કરું બંદગી
હો તમારા પગલે અમે ચાલશું સદાય
છોડી ના દેતા જો મારાથી ભૂલ થાય
હો ભગવાન જોડે માંગ્યા જોડી ને બે હાથ
આયા મારી જિંદગી માં થઇ ને મારા નાથ
મારી કેટલી કરો છો તમે તો ફિકર
મારી કેટલી કરો છો તમે તો ફિકર
હો હવે જીવાશે નહિ તમારા વગર
હો હવે જીવાશે નહિ વાલા તમારા વગર
હો હવે જીવાશે નહિ વાલમ તારા વગર