Jivo To Jindgi Moj Thi Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Jivo To Jindgi Moj Thi Lyrics in Gujarati
By Gujju01-06-2023
હા જિંદગીના દાડા તો બે ચાર
હા જિંદગીના દાડા તો બે ચાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હા જિંદગીતો મળી છે ઉધાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હો ઠાકરે દીધો તમને રૂડો રે રોટલો
નારે રે તોડો કોઈ ગરીબનો ઓટલો
હા હાઈ ખોટી કોઈની ના લેવાય
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હા જિંદગીતો મળી છે ઉધાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
મોજથી જીવી લ્યો ને ભાઈ
હા પૈસાનો પાવરને રૂપનો રૂઆબ
કરશો ના એનો દેવો પડેશે રે હિસાબ
હો એવો રે હોઈ છે સૌવ નો રે કાન
દેવો ના કોઈને જિંદગીમાં દાબ
હો ચાંચી શિખામણ ચાચવીને રાખજો
ખોટાના ખેલમાં નારે ફસાજો
હા જિંદગી છે એક જુગાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હા જિંદગીતો મળી છે ઉધાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
મોજથી જીવી લ્યો ને ભાઈ
હો સેવાના કામ તમે કરતા રેજો
બાકી તો જિંદગી મોજથી જીવજો
હો ચાંચી નીતીય તમે ચાલતા રેજો
આવે જો દુઃખ મારા ઠાકરને કેજો