Friday, 4 April, 2025

Jodlu Judu Nai Pade Lyrics in Gujarati

178 Views
Share :
Jodlu Judu Nai Pade Lyrics in Gujarati

Jodlu Judu Nai Pade Lyrics in Gujarati

178 Views

પ્રેમીયો તો મળશે જુદા નહીં પડશે  
પ્રેમીયો તો મળશે જુદા નહીં પડશે

હે …જુદું પડેલું જોડલું ભેળું થઈ રહેવાનું રે
જુદું પડેલું જોડલું ભેળું થઈ રહેવાનું રે
કોઈનું રોક્યું એ ના રોકાશે એક થઈ જવાનું રે

ખોળિયાં જુદા થયા રે મનથી ના જુદા અમે થાશું રે
એક બીજાને જોયા વીના કેમ હવે જીવવાનું રે
એવું કેમ હવે જીવવાનું રે

દુનિયા સામે લડશે પ્રેમીયો તો મળશે
દુનિયા સામે લડશે પ્રેમીયો તો મળશે

હે …અવતાર અળે જાશે ફોગટ ફેરો આ જનમારો રે  
અવતાર અળે જાશે ફોગટ ફેરો આ જનમારો રે
આ ભવમાં જો તું નહીં મળે ને થાય નહીં તું મારો રે
ડુબાડશે આ દુનિયા નહીં મળવા દે કિનારો રે
મળવા દો પ્રીમીયોને તમે જીવતે જીવ ના મારો રે
તમે જીવતે જીવ ના મારો રે

કોઈ દી ના હારશે સાચો એવો પ્યાર છે
કોઈ દી ના હારશે સાચો એવો પ્યાર છે

હે …પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ કાયમ રહેવાનો
પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ કાયમ રહેવાનો
ભલે હરાવા ફરે દુનિયા પણ જીતી એતો જવાનો
આ શરીરથી પડછાયો કદી જુદો ના રે થવાનો
ધબકારો થયને દિલમાં આતો સદાય રહેવાનો
પ્રેમ સદાય રહેવાનો

મારી હંભાળ લેનારો તું જ છે
મારી હંભાળ લેનારી તું જ છે
મારી હંભાળ લેનારો તું જ છે
મારી હંભાળ લેનારી તું જ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *