Saturday, 27 July, 2024

જોગીદાસ ખુમાણ

356 Views
Share :
જોગીદાસ ખુમાણ

જોગીદાસ ખુમાણ

356 Views

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,

ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું કુંડાળા ગામ ખેચાઇ ગયું ત્યારે હદો ખુમાણ એના ત્રણેય પુત્રો સાથે બહારવટે ચડ્યો,

બહારવટુ પણ એવું ધાર્મિક ને નીતિવાન, અને સામે રાજા વજેસંગ ગોહિલરાજ પણ એવા નીતિવાન પ્રતિષ્ઠાવાન, હદા ખુમાણ ની ઉમર થતા જોગીદાસ એમને નવું ઘર વસવડાવી ને ઘરે બેસાડી દીધા, જોગી ની ખાનદાની પણ જોર હતી,

મહારાજ વજેસંગ ના પુત્રનું અવસાન થતા દુશ્મન હોવા છતાં વજેસંગ ની મેડીએ જોગી ખરખરો કરવા આવે છે, મહારાજ સાંત્વના આપેછે, જોગી ની પાસે જઈ ને જોગીદાસ છાના રયો એમ કહે છે, ત્યારે બીજા બેઠેલા બધાની તલવાર ખેચાય છે, પણ વજેસંગ બધા ને શાંત પડે છે, કે આ જોગી દુશ્મન નથી પણ મિત્ર છે, આવા વજેસંગ પણ ખાનદાની,

જયારે જોગી ના પિતા હદા ખુમાણ ની વીરગતિ થઇ, હદા ખુમાણે રાજના સૈનિકો સામે લડી ને વીરતા પૂર્વક નું મૃત્યુ ગ્રહણ કર્યું હતું, ત્યારે મહારાજ વજેસંગે પણ ખાનદાની બતાવી ને હદા ખુમાણના ક્રિયા-કર્મ કરાવ્યા હતા, જોગીદાસની ખાનદાની ની તો શું વાત કરવી, સ્ત્રી સામે જોતા પણ નહિ, આખો દિવસ સૂર્યદેવનું રટણ કર્યા કરતા, એક વાર ભૂલથી એક સ્ત્રી સામે જોવાઈ ગયું તો રાત્રે પોતાની આંખ માં મરચું નાખી ને પટ્ટો બાંધી ને સુઈ ગયા, સવારે આખો સોજી ને દડા જેવી થઇ ગઈ, ત્યારે ભાઈએ પૂછ્યું કે આ શું થયું? જોગી કહે છે કાઈ નઈ ભાઈ એ તો આંખ માં થોડો વિકાર રહી ગયો હતો…

બહારવટમાં પણ ખાનદાની નું ઉંચ્ચ ઉદાહરણ એટલે જોગીદાસ, બહારવટામાં સ્ત્રીઓ ને બાળ-બુઢાઓ ને હેરાન નઈ કરવાના, આમાં વચ્ચે બે વાર બહારવટુ પાર પાડવાના સંજોગ બન્યાતા પણ જોગી ને કુંડાળા સિવાય કાય નોતું જોયતું અને ગોહીલરાજ કેહતા કહે કે કુંડાળા સિવિય માંગો એ આપું, આવી રીતે બહારવટુ હાલતુંતું એવામાં એક વાર જોગીદાસે એક વખત ૩૦૦ જેટલી ગાયો ને વાળી ને એક જગ્યા એ બાંધી દીધી, પણ પાછળથી ભીસ પડતા એમને ત્યાં થી ભાગવું પડ્યું,
આ સમય ગાળા માં જોગી ના પત્નીને બાળકો થયા, મહારાજ વજેસંગે પોતાના સગા-સંબંધી ની જેમ રાખ્યા, એક વાર જોગી ના પુત્રે મહારાજ વજેસંગના પુત્રને લાફો મારી દીધો, એટલે કુંવરે મહારાજ ને ફરિયાદ કરી, ત્યારે ગોહિલરાજે જવાબ વળ્યો કે આનો બાપ તો અમને રોજ લાફો મારે છે પણ અમે ફરિયાદ નથી કરતા, રોજ અમને હેરાન કરે છે, પણ કરે જ ને બાપડાનો ગરાસ જટાય ગયો છે એ ય શું કરે કુંવર,

ઘણા સમય પછી જયારે જોગી પાછા ફર્યા ત્યારે એ ૩૦૦ ગાયોના હાડ-પિંજર પડ્યા હતા, આ જોઈ જોગી ને પોતાની જાત પર ખુબ તિરસ્કાર આવ્યો અને એમને હિમાલય જઈ હાડ ગાળવાનું નક્કી કર્યું અને નીકળી પડ્યા, ગોહિલ રાજ ને આ વાત ની જાણ થતા તરત ઘોડા દોડાવી એમને પાછા વળ્યા, ને તાત્કાલિક બહારવટુ પાર પાડ્યું , વજેસંગે કુંડાળા ગામ દીધું, અને જોગીદાસે કીધું કે નઈ મહારાજ આજે તો કુંડાળા સિવાય ગમે તે દયો, ત્યારે મહારાજે સારા એવા ગામ આપીને જોગીદાસનું બહારવટુ પાર પાડ્યું,

ઈ.સ.૧૯૨૯ માં જોગીદાસ ખુમાણ સાથે ભાવનગર ઠાકોર વજેસંગને આખરી સમાધાન થયું.

ખાનદાની બહારવટાના ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે જોગીદાસ ખુમાણ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *