Friday, 27 December, 2024

Joje Bhaila Beni Aa Bhulayna Lyrics in Gujarati

125 Views
Share :
Joje Bhaila Beni Aa Bhulayna Lyrics in Gujarati

Joje Bhaila Beni Aa Bhulayna Lyrics in Gujarati

125 Views

તું રાજી એમાં હું બઉ રાજી
ભઈલુ રાજી એમાં હું બઉ રાજી
તારી ખુશી માં ખુશી છે મારી
બાકી તો બીજી બધી મરજી છે તારી
તારી ખુશી માં ખુશી છે મારી
બાકી તો બીજી બધી મરજી છે તારી
ભઈલુ રાજી એમાં હું બઉ રાજી
વીરા તું રાજી એમાં હું બઉ રાજી
ભઈલા ઓ ભઈલા જોવે બેની આ ભુલાય ના
રક્ષાબંધન નું મુરત જોજે આ વીતી જાય ના
ભઈલા ઓ ભઈલા જોવે બેની આ ભુલાય ના
રક્ષાબંધન નું મુરત જોજે વીતી જાય ના

આજની ઘડી ને વીરા કાલે ના ભૂલતો
બેનીના સ્નેહ નું ઋણ ના ચૂકતો
સુખ-દૂખની ઘડીયે યાદ મને રાખજે
રાખડીના બંધનને સદા યાદ રાખજે
ભલે જીવન મારુ ટૂંકું રે હોય
તારૂં જીવન હજારો વરસ નું હોય
ભલે જીવન મારુ ટૂંકું રે હોય
તારૂં જીવન હજારો વરસ નું હોય
તું રાજી એમાં હું રાજી બઉ રાજી
ભઈલા રાજી એમાં હું બઉ રાજી

સો સુખ લઈને પણ આટલું તું આલજે
દુનિયાના નાથ તું વાત મારી માનજે
સો સુખ લઈને પણ આટલું તું આલજે
દુનિયાના નાથ તું વાત મારી માનજે
માંગુ છું પેલી ને છેલ્લી વાર
નઈ ભૂલું હું તારો ઉપકાર
માંગુ છું પેલી ને છેલ્લી વાર
નઈ ભૂલું હું તારો ઉપકાર
દુઆ કરૂં છું દિન-રાત
મારા ભઈલુને હાચવી તું રાખજે
મારા લાડકવાયા ભઈલુને હાચવી તું રાખજે
મારા ભઈલુને હાચવી તું રાખજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *