Sunday, 22 December, 2024

Joom Joom 2 Lyrics in Gujarati

176 Views
Share :
Joom Joom 2 Lyrics in Gujarati

Joom Joom 2 Lyrics in Gujarati

176 Views

જુમ જુમ જુમ જુમ માડી વાગે જણકાર તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર
જુમ જુમ જુમ ઝૂમે ધરતી ને અવકાશ જયારે
વાગે છે માડી તારા ઝાલરનો જણકાર

જગતની જનેતા તારા બાળકો તને હાદ કરે
હૈયામાં આશ છે કે આવીને તું હાક ભરે
દીકરા કહીને બોલાવે હંધાય મારા પાપ મટે
જીવન સુધરે જો તારી મમતા કેરી આંખ ફરે
ચળકે છે આંભલાને લાંબી છે કતાર માડી
હાંભળવા આતુર તારા ઝાલરનો જણકાર

જુમ જુમ જુમ જુમ વાગે જણકાર તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર
જુમ જુમ જુમ જુમ ઝૂમે આખો આ સંસાર જયારે
વાગે છે માડી તારા ઝાલરનો જણકાર

આહ જુમ જુમ જુમ વાગે
ચારેકોર જાણે પાડે
એક એવો પ્રભાવ
ઓછો કરે દબાવ ને મીઠા છોડે જે ઘાવ
માડી આ કેવો તારો નાદ
સારા ને હાથ ને દુષ્ટો ને તલવાર
મને ભાવે નઈ રેવડી પણ તોય ખઉં
કેમ કે એહ તારો પ્રસાદ

ને અમને ક્યાં ભાણ, કે ઉભી તું જોડે જાને ગઢ ગિરનાર
ને હુંય તારો બાળ એટલે હાવજ તોહ
કોની સરકાર ને કોની હોય ધાક
ના કોઈ ના વેર ને આમ લીલા લહેર પણ રહેજે તું આગળ માડી
પણ પગ મારો ખસકે ને ભટકું હું રસ્તો તો
પગ માં દેજે તું સાંકળ

જુમ જુમ જુમ જુમ વાગે માડી જણકાર તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર
મઢથી ઉતરી જનેતા દર્શન જલ્દી આપ તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર

હરખના નીકળે આંખોથી અશ્રુ ચોધાર જયારે
વાગે છે માડી તારા ઝાલરનો જણકાર
જુમ જુમ જુમ જુમ વાગે માડી જણકાર તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર

તને હરખ ના તેડાં માં
રીઝવવા તને હૌ થયા ભેળા આ
આંગળી પકડી ચાલુ હું તારી
સંસાર રૂપી મેળામાં
ખુશીઓ લઇ આપ
જીવન ના ચકડોળે ભલે બેસાડ પણ
અટકે જો ચકડોળ તો જલ્દી ઉતાર
હું ક્યાંય નો નઈ રઉ જો છૂટ્યો આ સાથ માં
જીવંતીકા જીવાદોરી તારા હાથમાં
બૂડતાં ને બચાવા આવે તું પેલી
એ કુળની દેવી કર દુઃખનો વિનાશ માં
કરું પ્રાર્થના કીર્તન ભજન
લખ મારા લેખ જેમ તને પસંદ
બસ રહેજે જોડે
જો જોડે હોય માં તો જીતાય જગત

જુમ જુમ જુમ જુમ જુમ જુમ જુમ જુમ

જુમ જુમ જુમ જુમ માડી વાગે જણકાર તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર
જુમ જુમ જુમ જુમ જુમેં ધરતીને અવકાશ જયારે
વાગે છે માડી તારા ઝાલરનો જણકાર

સુધરે આ જીવન જો તું રાખે માથે હાથ માડી
વાગે છે જુમ જુમ ઝાલરનો જણકાર
જુમ જુમ જુમ જુમ માડી વાગે જણકાર તારા
ઝાલરનો જુમ જુમ વાગે જણકાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *