Monday, 23 December, 2024

Jorali Jogani Lyrics in Gujarati

156 Views
Share :
Jorali Jogani Lyrics in Gujarati

Jorali Jogani Lyrics in Gujarati

156 Views

હા મારી જોગણી માડી જબરી છે જોરાળી
મારી જોગણી માડી ખપ્પર ને ખડકવાળી

હે જોગણીમાં ને પાલોદર ઝૂમતી ભાળી
મારી જોગણીમાં ને ખરાડ રમતી ભાળી
મારી જોગણી માડી વાયડની રખવાળી

હે મારી જોગણી માડી જબરી છે જોરાળી

હા રીઝે તો પલમાં કરી દે રાજા
બંધ કિસ્મતના ખોલે દરવાજા
એ રીઝે તો પલમાં કરી દે રાજા
બંધ કિસ્મતના ખોલે દરવાજા

હે જોગણી માડી ખીજે તો ખાખ કરી નાખે
મારી જોગણીમાં ને જરી રે વાર ના લાગે
મારી જોગણી માડી પ્રગટ છે પરચાડી
હે લાડકીબુનની જોગણી છે દયાળી
વિહાભઈ કોટાવડની રખવાળી

હે જોગણીમાં નું નામ લઇ ભરે જે પગલું
કદી જગતમાં એને લાગે ના એકલું
હા જોગણીમાં નું નામ લઇ ભરે જે પગલું
કદી જગતમાં એને લાગે ના એકલું

હે જોગણીમાં ને જીતુભઈ પટેલ પાસે ભાળી
મારી જોગણી માડી નવખંડ છે નેજાડી
જોગણી માડી પ્રગટ છે પરચાળી
હે જોગણી માડી શાંતાબુન ની માતા
સહદેવ લાંઘણજની વિધાતા

એ જુગ પહેલાની હતી માં જોગણી
પ્રથમ પહેલા પાલોદર પ્રગટાની
એ જુગ પહેલાની હતી માં જોગણી
પ્રથમ પહેલા પાલોદર પ્રગટાની

હે જોગણીમાં ના મનુ રબારી ગુણ ગાય
માના દર્શન કરી ને બહુ હરખાય
એ જોગણી માંડી પ્રગટ છે પરચાડી
એ પાલોદરમાં લાલાભઇ ની લાડવાઈ
પસાભાઇ કે જોગણી સૌ ને સુખ લાઇ

એ મારી જોગણી માડી જબરી છે જોરાળી
હા મારી જોગણી માડી ખપ્પર ને ખડકવાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *