Joyo Saybo Chanda Na Ajavade Lyrics in Gujarati
By-Gujju10-05-2023
Joyo Saybo Chanda Na Ajavade Lyrics in Gujarati
By Gujju10-05-2023
જોયો સાયબો મે ચાંદાના અજવાળે
જોયો સાયબો મે ચાંદાના અજવાળે
જોયો સાયબો મે ચાંદાના અજવાળે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
રાસ રસીયો રમે રે બીજાની હારે
રાસ રસીયો રમે રે બીજાની હારે
મારા વાલમિયાને કોણ સમજાવે
હો કેમ એને ક્વ કે ગમે મને બઉ
બીજા હારે રમતા જોઈ કેમ હૂતો રઉ
હું તો ભીંજાય ગઈ એના દિલના કિનારે
હું તો ભીંજાય ગઈ એના દિલના કિનારે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
હે લાગે જાણે કાનજી કાળો મીઠડો જવાન રૂપાળો
દિલની વાત ના જાણે રે ધૂતારો
હો લાગે જાણે કાનજી કાળો મીઠડો જવાન રૂપાળો
દિલની વાત ના જાણે રે ધૂતારો
નામ હાથે લખી દઉ કે દિલમા કોરી લઉ
નજર તો મિલાવ તારી હરે રમી લઉ
વાલમ સમજ્યા
વાલમ સમજ્યા મારી વાત આંખોના ઈશારે
પ્રીતમ સમજ્યા મારી વાત આંખોના ઈશારે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
હો રાસ રસીયો રમે રે બીજાની હારે
રાસ રસીયો રમે રે બીજાની હારે
મારા વાલમિયાને કોણ સમજાવે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
હો મળી આંખો થી આંખો પ્રેમની ફૂટી પાંખો
બનુ તારી વાંસળી તું સુર છે મારો
હો મળી આંખો થી આંખો પ્રેમની ફૂટી પાંખો
બનુ તારી વાંસળી તું સુર છે મારો
મારો જીવ તારી લઉ તારાથી જીવ જોડી દઉ
જીવ તારી લઉ તારાથી જીવ જોડી દઉ
હો આપણ મળતા
આપણ મળતા રહીશું જનમો જનમ રે
આપણ મળતા રહીશું જનમો જનમ રે
ચાંદો લઈ હાલ્યો ચાંદની ને એની હારે
હો જોયો સાયબો મે ચાંદાના અજવાળે
જોયો સાયબો મે ચાંદાના અજવાળે
ચાંદો લઈ હાલ્યો ચાંદની ને એની હારે
ચાંદો લઈ હાલ્યો ચાંદની ને એની હારે