Saturday, 27 July, 2024

જૂના અમદાવાદની તસવીરો અને ઈતિહાસ

103 Views
Share :
જૂના અમદાવાદની તસવીરો અને ઈતિહાસ

જૂના અમદાવાદની તસવીરો અને ઈતિહાસ

103 Views

1. ગાંધી આશ્રમ

દેશમાં આઝાદીની વાત થતી હોય અને મહાત્મા ગાંધીજીનું નામ ન આવે તેવું તો કેવી રીતે બની શકે અને એવામાં પણ દે દી હમે આઝાદી બિના ખડક, બિના ઢાલ. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ સાંભળતા જ સાબરમતી યાદ આવે ત્યારે આજે વાત કરીશું અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમની કે જ્યાંથી ગાંધીજીના મોહનથી મહાત્મા બનવા સુધીની સફરની શરૂઆત થઇ હતી. એવું પણ કહી શકાય કે મહાત્મા ગાંધીએ સ્વરાજ મેળવીને જ જંપીશનો વિચાર સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમથી કરી હતી.

image 41

ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ અને અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ ગાંધી આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ કોચરબ આશ્રમમાં લોકોની સંખ્યા વધી જતા સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી તો અહીંથી જ ગાંધીજીએ સ્વરાજ મેળવવાની પણ પ્રતિજ્ઞા લિધી હતી એટલે ગાંધીજીની સ્વરાજ મેળવવાની લડાઇમાં ગાંધી આશ્રમનું મહત્વ અનેરુ રહ્યું છે.

image 42

સાબરમતી આશ્રમ કે જેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે. અમદાવાદના આશ્રમ રોડને અડીને, સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ આવેલો છે. આ મહાત્મા ગાંધીના ઘણા આવાસોમાંના એક હતા જેઓ સાબરમતી અને સેવાગ્રામ ખાતે રહેતા હતા જ્યારે તેઓ સમગ્ર ભારતમાં યા જેલમાં ન હતા.તેઓ તેમના પત્ની કસ્તુરબા ગાંધી અને વિનોબા ભાવે સહિતના અનુયાયીઓ સાથે કુલ બાર વર્ષ સુધી સાબરમતી કે વર્ધામાં રહ્યા.અહીંથી જ ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ મીઠાના સત્યાગ્રહ તરીકે ઓળખાતી દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય સ્વતંત્રતા ચળવળ પર આ કૂચનો નોંધપાત્ર પ્રભાવ હતો તેની માન્યતામાં, ભારત સરકારે આશ્રમને રાષ્ટ્રીય સ્મારક તરીકે સ્થાપિત કર્યો છે.

2. સરદાર પટેલ સ્મારક ભવન

31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં જન્મેલા અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની અનેક યાદો અમદાવાદ સાથે જોડાયેલી હતી છે. અમદાવાદ (Ahmedabad) ના ભદ્ર વિસ્તારમાં આવેલું અને હાલ ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન’ તરીકે ઓળખાતી ઈમારત સરદાર વલ્લભભાઈ પટેલનું આશરે 10 વર્ષ સુધી સ્થાયી નિવાસ સ્થાન રહ્યું હતું. 

image 38

અમદાવાદના ભદ્રમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન વર્ષ 1917થી લઈને 1928 સુધીના સમયગાળા દરમિયાન તેઓનું નિવાસસ્થાન હતું. લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા ગણેશ માવળંકરે આ જગ્યા સરદારને આપી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. સરદાર પટેલના મૃત્યુ બાદ તેમનાં આ નિવાસસ્થાનની સારસંભાળ તેમના પુત્રી મણિબેન પટેલ દ્વારા લેવાતી હતી. પરંતુ વર્ષ 1990માં સરદારના પુત્રી મણીબેનનું અવસાન થતા સરદારના આ સ્મારક ભવનની સારસંભાળ લેવાની જવાબદારી ‘સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ’ના શિરે આવી પડી હતી. 1990માં ચીમનભાઈ પટેલે સ્મારક ભવનનું ઉદઘાટન કર્યું હતું. 

image 39

સ્મારક ભવનની ઉપર આવેલા ખંડને ભાડે આપવામાં આવે છે. આ જગ્યા પ્રાર્થના સભા, અભ્યાસ શિબિર, વાર્ષિક સભા કે સાંસ્કૃતિ કાર્યક્રમો માટે 500થી 3000ના નજીવા ભાડામાં અપાય છે. તેમજ ખાલી પડેલી કમ્પાઉન્ડની જગ્યાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પાર્કિંગ માટે ભાડે આપી દેવાયું છે. હાલ તો ટ્રસ્ટ પાસે સરદારના આ સ્મારક ભવનની સારસંભાળ માટે આ બે જ મુખ્ય આવકના સ્ત્રોત છે. સ્મારક ભવનની સારસંભાળ લેવાના હેતુથી કેટલાક દિવસો પહેલા અમદાવાદ મેયર તરફથી ટ્રસ્ટને પત્ર પણ લખવામાં આવ્યો હતો, પરંતુ તેનો જવાબ પણ ટ્રસ્ટ તરફથી આપવામાં ન આવ્યો.

image 40

છેલ્લા કેટલાક વર્ષથી સરદારની જન્મ જયંતીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વરા ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. સરદારને ન્યાય અપાવવાના હેતુથી નર્મદા ખાતે વિશ્વની સૌથી ઉંચી એવી 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે. પરંતુ સરકાર સરદાર સાથે જોડાયેલા સ્થળો તેમની યાદોની સારસંભાળ લેવામાં ક્યાંક કચાશ રાખતું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળનારાઓનો આંકડો લાખોને પાર કરી જાય છે, ત્યાં આ સ્મારક ભવનની મુલાકાત મહિનામાં માંડ 50 જેટલા લોકો લેતા હશે.

3. કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે.

image 43

કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

image 44

4. ગુજરાત સાયન્સ સીટી

ગુજરાત સાયન્સ સીટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં ગુજરાત સાયન્ય સીટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.

સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે માત્ર મે મહિનામાં ૧.૩૯ લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે ૨૦ વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ મુલાકાતીઓની માસિક સંખ્યા નોંધાઈ છે. જેમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં અલગ- અલગ ૬૮ ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે અને આ માટે ૨૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે.  

5. સીદીસૈયદની જાળી

ભારતમાં જ્યારે ફરવાની વાત આવે ત્યારે દેશ-દુનિયાના લોકોની નજર પહેલા ગુજરાત પર જ પડે છે. અમે આપને અમારા આ લેખ થકી કરાવી રહ્યા છીએ અમદાવાદનો પ્રવાસ. આપ પહેલા આપણે અડાલજની વાવની મુલાકાત કરી. આવો આપણી આ યાત્રાને આગળ ધપાવીએ અને મુલાકાત લઇએ અમદાવાદ શહેરના વચ્ચોવચ આવેલી સૌથી જુની સીદીસૈયદની મસ્જીદની.

image 45

સીદીસૈયદની મસ્જીદ એ મસ્જીદ કરતા તેમાં લાગેલી સીદીસૈયદની જાળીથી વધારે પ્રખ્યાત છે. સીદીસૈયદની જાળી એ સીદીસૈયદની મસ્જીદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.

image 46

આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે. આવી કુલ ૪ જાળીઓ છે. ત્યા આજુબાજુ બગીચો છે. બાજુમા લોકલ બસનુ મુખ્ય સ્ટેશન આવેલું છે.

image 47

પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે. સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.

6. ઝૂલતા મિનારા

એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી બીબીની મસ્જિદના ત્રણ કમાનદ્વારવાળા મુખ્ય મુખ ભાગ પર વચ્ચેની કમાનની બંને તરફ એક એક એમ બે મિનાર આવેલા છે. તેમાંથી એક વીજળી પડવાથી ખંડિત થયો હોવાથી છતની ઊંચાઈ જેટલો જ હયાત છે.

image 49

એક લોકવાયકા પ્રમાણે અંગ્રેજોએ ઝૂલતા મિનારાનું તકનીકી રહસ્ય જાણવા આ ખંડિત થયેલો મિનાર તોડાવ્યો હતો. અમદાવાદની મોટાભાગની મસ્જિદોમાં જેમ મિનારમાં સર્પાકાર નિસરણી નીચેથી જ શરૂ થાય છે તેમ આ મિનારમાં નથી. મિનાર પર પહોંચવા માટે મસ્જિદની છત સુધી દીવાલની જાડાઈમાં બનાવાયેલ નિસરણીનો ઉપયોગ જરૂરી બને છે અને ત્યારબાદ સર્પાકાર નિસરણીથી ઉપર ચઢાય છે. આ મસ્જિદના પાંચ સુંદર મહેરાબમાં હિંદુ સ્થાપત્યની ભાત ધ્યાનાકર્ષક છે. તે ઉપરાંત મસ્જિદની ઉત્તર દિશામાં પ્રવેશમંડપ છે જેના પરના ઘૂમટની કોતરણી ઉલ્લેખનીય છે.

અહમદશાહના વિશ્વાસુ ગુલામ સીદી બશીર દ્વારા સારંગપુર દરવાજા બહાર બનાવવામાં આવેલ તેના જ નામની મસ્જિદ હાલમાં હયાત નથી અને ત્યાં નવી મસ્જિદ બનાવાઈ છે. જોકે જૂની મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની બંને તરફના મિનારા તથા તેને જોડતો પુલ હયાત છે. ત્રણ માળના 21.34 મી. ઊંચા આ મિનારામાં દરેક માળે ફરતા ઝરૂખા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *