Jutha Nathi Ame Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Jutha Nathi Ame Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો વોધો હેનો પડયો મારા પ્રેમ મો તને
અલી વોધો હેનો પડયો મારા પ્રેમ મો તને
કોકની વાતે ચઢી જૂઠો કીધો છે મને
એ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
ગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
હો આપણે બન્ને ભેળા છે ગોમને ના ગમે
હો આપણે બન્ને ભેળા છે ગોમને ના ગમે
હે મનમાં તારા હું છે એતો ખબર ના મને
કોકની વાતે ચઢી જૂઠો કીધો છે મને
એ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
અલી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
હો થોડા દિવસોથી તમારા રંગ રે બદલાયા છે
જૂઠો મને કહી નવા યાર તે બનાયા છે
હવે મને જોઈ તરત મોઢું ચમ ફેરવે છે
મુઢેથી બોલતા નથી આંખોથી જૂઠું બોલે છે
પ્રેમમાં કરૂ દગો એવા નથી રે અમે
કોકની વાદે ચઢી જૂઠો કીધો ચમ મને
એ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
અલી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
હો હંભાળ તારી રાખતા અમે તમે ભૂલી ગયા છો
મારો વોક કાઢી ને તમે ફરી ગયા છો
રમત નથી પ્રેમ છે ને હાચો પ્રેમ કર્યો છે
મને અવળું બોલી ને બીજા ને હગો કર્યો છે
ખોટો મને બોલતા ના વિચાર કર્યો તે
કોકની વાતે ચઢી જૂઠો કીધો છે મને
તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
ગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
ગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે