જ્યાં લગી આત્મા અંગમાં છે
By-Gujju20-05-2023
306 Views
જ્યાં લગી આત્મા અંગમાં છે
By Gujju20-05-2023
306 Views
જ્યાં લગી આત્મા અંગમાં છે,
ત્યાં લગી હરિ હરિ તું કહે … ટેક
હાલતાં હરિ ને ચાલતાં હરિ,
ને બેસતાં હરિ તું કહે;
સુતાં પહેલાં જે સ્મરણ કરે ભાઇ,
તેની બોલો જય જય … જ્યાં
લીધા રે સરખું નામ હરિનું,
લઇ શકે તો લે,
દીઘા રે સરખું દાન છે અન્નનું,
દઇ શકે તો દે … જ્યાં
આ રે સંસારીઓ સર્વે ખોટા
ને સાચી વસ્તુ બે;
એક તો પુણ્ય, બીજું હરિભજન ભાઇ,
જીવડા સમજી લે … જ્યાં
દૃષ્ટ પદારથ સર્વે ખોટા ને
આત્મા અખંડ છે;
કીડી થકી તે કુંજર લગણ ભાઇ,
કાળચક્કરનો ભે … જ્યાં
એક દિન આંગણે દીવા, વિવાહ, ને વળી
ઢોલ શરણાઇ વાગે;
કહે ‘જીવણ ‘ એવો એક દિન આવશે,
સ્મશાને ધગશે … જ્યાં
– કવિ જીવણ