Jyare Tari Yaad Aave Chhe Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Jyare Tari Yaad Aave Chhe Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો નથી તું હવે તો મારી
વહી જાય આંખોમાંથી પાણી
નથી તું હવે તો મારી
વહી જાય આંખોમાંથી પાણી
દિલની ધડકન ધડકવાનું બંધ થઇ જશે
તોઈ યાદો મુલાકાતો તારી કદી ના જશે
હો કરીલે ને એક મુલાકાત
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આંસુ રડે છે
હો જયારે તારી યાદ આવે છે
દિલ તને શોધ્યા કરે છે
હો કોરા કાગજની કહાની બની ગઈ
જ્યારથી આ તારા આશિકને મુકી ગઈ
હો દિલની મહેફિલો તો શરાબી બની ગઈ
જુદાઈની કલમે તો મોત તું લખી ગઈ
હો નથી હવે મંજિલ કોઈ મારી
હતી બધી ખુશીયો તું મારી
નથી હવે મંજિલ કોઈ મારી
હતી બધી ખુશીયો તું મારી
તારા વિના આ જિંદગી મારી ઝેર થઇ ગઈ
કોને કહેવી જે જોડે ફરિયાદો રઈ ગઈ
હો કોને કઉ દિલની મારી વાત
જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે
હો જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે
હો મારી ના થઇ તો કંઈક એવું તું કરી દે
હું જેવો હતો મને એવો તું કરી દે
હો મારા આ દિલ પર એક અહેસાન કરી દે
તારા નામે તડપે છે દિલ બંધ તું કરી દે
હો કહી દેને થઇ શું ભુલ મારી
નથી તારે જરૂર કેમ મારી
હી દેને થઇ શું ભુલ મારી
નથી તારે જરૂર કેમ મારી
તારા દિલમાં તો ક્યાંક મારી વાતો રે હશે
જયારે સંભળાશે ત્યારે આંખો વરસી રે જશે
હો કરીલે ને એક મુલાકાત
જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે
જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે
તડપી તડપી જીવી હું રહું
મારા હાલ હવે કોને હું કહું
જાણું છું હકીકત એ હું
નથી મળવાની ફરી મને તું
નથી મળવાની ફરી મને તું