Kaanha Re Lyrics in Gujarati
By-Gujju30-04-2023
144 Views
Kaanha Re Lyrics in Gujarati
By Gujju30-04-2023
144 Views
ઓ કાન્હા મારા આવ રે હવે તું
તારા વિના સૂનું લાગે ગોકુળિયું
ઓ વ્હાલા મારા માન રે હવે તું
યમુના ને તીરે વેણુ વગાડ તું
કાન્હા રે કાન્હા રે કાન્હા રે
આવ રે હવે તું
મારા વ્હાલા રે વ્હાલા રે વ્હાલા રે
માન રે હવે તું
મારા શમણાં ઓને નવી પાંખો દે
તારા દર્શનનું અમૃત દે આંખો ને
કાન્હા રે કાન્હા રે કાન્હા ર
આવ રે હવે તું
મારા વ્હાલા રે વ્હાલા રે વ્હાલા રે
માન રે હવે તું
ઓલ્યા જમુનાજીને તીરે કાનુડો અમે દીઠો રે
ઓલી વનરાવનની વાટે કાનુડો અમે દીઠો રે
દીઠો દીઠો કાનુડો અમે દીઠો રે
કાન કાળો રૂપાળો અમે દીઠો રે
કાન છેલ છોગાળો અમે દીઠો રે
ઓલી ગોકુળની ગલીઓમાં કાનુડો અમે દીઠો રે
ઓલો રાસ રમંતો વ્હાલો કાનુડો અમે દીઠો રે
દીઠો દીઠો કાનુડો અમે દીઠો રે
કાન કાળો રૂપાળો અમે દીઠો રે
કાન છેલ છોગાળો અમે દીઠો રે