काकभुशुंडी ने श्रीराम से अविचल भक्ति माँगी
ग्यान बिबेक बिरति बिग्याना । मुनि दुर्लभ गुन जे जग नाना ॥
आजु देउँ सब संसय नाहीं । मागु जो तोहि भाव मन माहीं ॥१॥
सुनि प्रभु बचन अधिक अनुरागेउँ । मन अनुमान करन तब लागेऊँ ॥
प्रभु कह देन सकल सुख सही । भगति आपनी देन न कही ॥२॥
भगति हीन गुन सब सुख ऐसे । लवन बिना बहु बिंजन जैसे ॥
भजन हीन सुख कवने काजा । अस बिचारि बोलेउँ खगराजा ॥३॥
जौं प्रभु होइ प्रसन्न बर देहू । मो पर करहु कृपा अरु नेहू ॥
मन भावत बर मागउँ स्वामी । तुम्ह उदार उर अंतरजामी ॥४॥
(दोहा)
अबिरल भगति बिसुध्द तव श्रुति पुरान जो गाव ।
जेहि खोजत जोगीस मुनि प्रभु प्रसाद कोउ पाव ॥ ८४(क) ॥
भगत कल्पतरु प्रनत हित कृपा सिंधु सुख धाम ।
सोइ निज भगति मोहि प्रभु देहु दया करि राम ॥ ८४(ख) ॥
કાકભુશુંડિજી રામની અવિચળ ભક્તિનું વરદાન માગે છે
જ્ઞાન વિવેક વિરતિ વિજ્ઞાન મુનિદુર્લભ ગુણ જે જગ આન,
આજ દઉં ના સંશય કાંઈ, માગ ભાવ જે હો મનમાંહ્ય.
પ્રભુવચન સુણી અતિઅનુરાગ કરવા હું લાગ્યો અનુમાન,
પ્રભુએ સૌ સુખભેટ ધરી, ભક્તિતણી ના વાત કરી.
ભક્તિરહિત ગુણસુખ સૌ એમ લવણ વિના વ્યંજન સહુ જેમ;
ભજનરહિત સુખનું શું કામ એમ વિચારી બોલ્યો, રામ !
પ્રસન્ન બનતાં અર્પો વર કૃપાસ્નેહ કરતાં રઘુવર,
ઉદાર છે અંતર્યામી મનગમતું તો દો સ્વામી !
(દોહરો)
અવિરલ ભક્તિ વિશુદ્ધ જે શ્રુતિપુરાણ સૌ ગાય,
યોગીશ્વર મુનિ શોધતા પ્રભુકૃપાથકી થાય,
ભક્ત કલ્પતરુ પ્રણતહિત કૃપાસિંઘુ સુખધામ,
એ જ ભક્તિ આપો મને દયા કરીને રામ !