Saturday, 27 July, 2024

Maya won’t affect you, Ram bless Kakbhushundi

81 Views
Share :
Maya won’t affect you, Ram bless Kakbhushundi

Maya won’t affect you, Ram bless Kakbhushundi

81 Views

माया का प्रभाव नहीं होगा, श्रीराम ने काकभुशुंडी को वर दिया
 
एवमस्तु कहि रघुकुलनायक । बोले बचन परम सुखदायक ॥
सुनु बायस तैं सहज सयाना । काहे न मागसि अस बरदाना ॥१॥
 
सब सुख खानि भगति तैं मागी । नहिं जग कोउ तोहि सम बड़भागी ॥
जो मुनि कोटि जतन नहिं लहहीं । जे जप जोग अनल तन दहहीं ॥२॥
 
रीझेउँ देखि तोरि चतुराई । मागेहु भगति मोहि अति भाई ॥
सुनु बिहंग प्रसाद अब मोरें । सब सुभ गुन बसिहहिं उर तोरें ॥३॥
 
भगति ग्यान बिग्यान बिरागा । जोग चरित्र रहस्य बिभागा ॥
जानब तैं सबही कर भेदा । मम प्रसाद नहिं साधन खेदा ॥४॥
 
(दोहा)
माया संभव भ्रम सब अब न ब्यापिहहिं तोहि ।
जानेसु ब्रह्म अनादि अज अगुन गुनाकर मोहि ॥ ८५(क) ॥ 
 
मोहि भगत प्रिय संतत अस बिचारि सुनु काग ।
कायँ बचन मन मम पद करेसु अचल अनुराग ॥ ८५(ख) ॥
 
શ્રીરામ કાકભુશુંડિજીને માયા ન વ્યાપે એવું વરદાન આપે છે
 
(દોહરો)
એવમસ્તુ બોલ્યા વચન રઘુકુળનાયક એ,
બુદ્ધિમાન તું કેમ ના માગે એ વરને ?
 
સર્વ સુખોની ખાણ તેં ભક્તિને માગી,
જગમાં તારા સમ નથી કોઈ બડભાગી.
 
તપ ને યોગાનલથકી મુનિ તનને બાળે,
હિમાલયમહીં હાડને નિશદિન ને ગાળે;
 
એવા કોટિ પ્રયત્નથી પણ ના પ્રાપ્ત કરે,
માગે તું તે ભક્તિને મારી શ્રેષ્ઠ ખરે.
 
ચતુરતા નિહાળી થયો પ્રસન્ન આજે હું;
સદન થશે તારું હૃદય સમસ્ત શુભગુણનું.
*
ભક્તિ જ્ઞાન વિજ્ઞાન વિરાગ યોગચરિત્ર રહસ્યવિભાગ,
સમજી શકીશ સૌનો ભેદ, મુજ પ્રસાદ નહિ સાધનખેદ.
 
(દોહરો)
માયાસંભવ ભ્રમ હવે તને વ્યાપશે ના,
અગુણ ગુણાકર બ્રહ્મ અજ મને જાણશે હા !
 
મને ભક્ત પ્રિય છે સદા એમ વિચારી કાગ,
તમમનવચને મમ પદે કર અવિચલ અનુરાગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *