काकभुशुंडी ने लोमश मुनि का उपदेश नहीं सुना, मुनि ने शाप दिया
कबहुँ कि दुख सब कर हित ताकें । तेहि कि दरिद्र परस मनि जाकें ॥
परद्रोही की होहिं निसंका । कामी पुनि कि रहहिं अकलंका ॥१॥
बंस कि रह द्विज अनहित कीन्हें । कर्म कि होहिं स्वरूपहि चीन्हें ॥
काहू सुमति कि खल सँग जामी । सुभ गति पाव कि परत्रिय गामी ॥२॥
भव कि परहिं परमात्मा बिंदक । सुखी कि होहिं कबहुँ हरिनिंदक ॥
राजु कि रहइ नीति बिनु जानें । अघ कि रहहिं हरिचरित बखानें ॥३॥
पावन जस कि पुन्य बिनु होई । बिनु अघ अजस कि पावइ कोई ॥
लाभु कि किछु हरि भगति समाना । जेहि गावहिं श्रुति संत पुराना ॥४॥
हानि कि जग एहि सम किछु भाई । भजिअ न रामहि नर तनु पाई ॥
अघ कि पिसुनता सम कछु आना । धर्म कि दया सरिस हरिजाना ॥५॥
एहि बिधि अमिति जुगुति मन गुनऊँ । मुनि उपदेस न सादर सुनऊँ ॥
पुनि पुनि सगुन पच्छ मैं रोपा । तब मुनि बोलेउ बचन सकोपा ॥६॥
मूढ़ परम सिख देउँ न मानसि । उत्तर प्रतिउत्तर बहु आनसि ॥
सत्य बचन बिस्वास न करही । बायस इव सबही ते डरही ॥७॥
सठ स्वपच्छ तब हृदयँ बिसाला । सपदि होहि पच्छी चंडाला ॥
लीन्ह श्राप मैं सीस चढ़ाई । नहिं कछु भय न दीनता आई ॥८॥
(दोहा)
तुरत भयउँ मैं काग तब पुनि मुनि पद सिरु नाइ ।
सुमिरि राम रघुबंस मनि हरषित चलेउँ उड़ाइ ॥ ११२(क) ॥
उमा जे राम चरन रत बिगत काम मद क्रोध ॥
निज प्रभुमय देखहिं जगत केहि सन करहिं बिरोध ॥ ११२(ख) ॥
કાકભુશુંડિજીએ ઉપદેશ ન સુણતાં લોમશ મુનિ શાપ આપે છે
(દોહરો)
સૌનું શુભ ચાહ્યે કદી દુ:ખ શકે આવી,
પારસમણિ જો હોય તો દૈન્ય શકે ફાવી ?
નિષ્કલંક કામી રહે પરદ્રોહી નિશ્શંક,
દ્વિજનું અહિત કર્યા થકી રહી શકે છે વંશ ?
સ્વરૂપજ્ઞાન પછી બને અહંકારમય કર્મ ?
દુષ્ટ સંગથી જાગતાં સદબુદ્ધિ કે ધર્મ ?
પરસ્ત્રીગામી સ્વપ્નમાં સદગતિ પ્રાપ્ત કરે ?
પરમાત્મા જાણ્યા પછી બંધ બધા ન ટળે ?
હરિનિંદકને સુખ મળે, નીતિ વિણ રહે રાજ ?
હરિચરિત્ર ગાયા પછી જીવે પાપસમાજ ?
પુણ્ય વિના શુચિ યશ મળે, અપયશ ના જો પાપ ?
શ્રુતિ પુરાણ સંતો કહે અન્ય ભક્તિશો લાભ ?
નરતન પામી રામને ભાવ કરી ન ભજાય,
એના સરખી હાનિ શી ? પશુતાને ન તજાય,
એથી વધુ પાતક કયું ? દયા સદાય ભજાય,
એથી ઉત્તમ ધર્મ શો સેવાભાવ સજાય ?
એમ વિચારી મેં સુણ્યો સાદર ના ઉપદેશ,
સગુણ પક્ષને સ્થાપતાં; ત્યારે મુનિ વિહગેશ,
વદ્યા ક્રોધથી મૂઢ ના મારી માને વાત,
વાદ કરે વાયસસમો ડરે પ્રિય ગણી જાત.
સ્વપક્ષનો આગ્રહ કરે માટે બન તું કાગ,
ભય કે દૈન્ય સિવાય મેં સ્વીકાર્યો એ શાપ.
*
સત્વર બનતાં કાગ હું મુનિપદ કરી પ્રણામ,
સ્મરી રામ રઘુવંશમણિ ચાલ્યો સુખે તમામ.
રામચરણરત ભક્ત જે વિગત કામમદક્રોધ,
નિજ પ્રભુમય જગ પેખતા કોનો કરે વિરોધ ?