Monday, 23 December, 2024

Kakbhushundi recommend worship of Ram

123 Views
Share :
Kakbhushundi recommend worship of Ram

Kakbhushundi recommend worship of Ram

123 Views

श्रीराम की भक्ति का काकभुशुंडी का अनुरोध
 
बिनु संतोष न काम नसाहीं । काम अछत सुख सपनेहुँ नाहीं ॥
राम भजन बिनु मिटहिं कि कामा । थल बिहीन तरु कबहुँ कि जामा ॥१॥
 
बिनु बिग्यान कि समता आवइ । कोउ अवकास कि नभ बिनु पावइ ॥
श्रद्धा बिना धर्म नहिं होई । बिनु महि गंध कि पावइ कोई ॥२॥
 
बिनु तप तेज कि कर बिस्तारा । जल बिनु रस कि होइ संसारा ॥
सील कि मिल बिनु बुध सेवकाई । जिमि बिनु तेज न रूप गोसाई ॥३॥
 
निज सुख बिनु मन होइ कि थीरा । परस कि होइ बिहीन समीरा ॥
कवनिउ सिद्धि कि बिनु बिस्वासा । बिनु हरि भजन न भव भय नासा॥४॥
 
(दोहा)
बिनु बिस्वास भगति नहिं तेहि बिनु द्रवहिं न रामु ।
राम कृपा बिनु सपनेहुँ जीव न लह बिश्रामु ॥ ९०(क) ॥
 
(सोरठा)
अस बिचारि मतिधीर तजि कुतर्क संसय सकल ।
भजहु राम रघुबीर करुनाकर सुंदर सुखद ॥ ९०(ख) ॥
 
કાકભુશુંડિજી શ્રીરામની ભક્તિ કરવાનું સુચવે છે
 
(દોહરો)
સંતોષ વિના કામના નષ્ટ કદી ના થાય,
કામના રહ્યે સુખ કદી સ્વપ્ને પણ ન પમાય.
*
રામભજન વિણ શમે ન કામ, તરુને સ્થળ વિણ ન મળે ઠામ,
વિજ્ઞાન વિના સમતા કયાં, નભ વિણ અવકાશ રહે ના.
શ્રદ્ધા વગર ન ધર્મ બને, મહી વગર નવ ગંધ ટકે.
 
તપ વિણ તેજતણો વિસ્તાર જળ સિવાય રસ ના સંસાર;
પ્રકાશ વિણ નવ રૂપ રહે; બુધસેવા વિણ શીલ મળે ?
 
નિજ સુખ વિણ મન થાય ન સ્થિર, સ્પર્શ ન જો નવ હોય સમીર;
સિદ્ધિ મળે નવ વિણ વિશ્વાસ, ભજન વિના નવ ભવભયનાશ.
 
(દોહરો)
વિશ્વાસ વિના ભક્તિ ના, તે વિણ દ્રવે ન રામ,
રામકૃપા વિણ ના કદી જીવ લહે વિશ્રામ.
 
એમ વિચારી ધીર હે, સંશયતર્ક તજી,
સુંદર સુખદ રહો સદા રઘુપતિ રામ ભજી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *