Saturday, 16 November, 2024

Kakbhushundi sing the glory of devotion

102 Views
Share :
Kakbhushundi sing the glory of devotion

Kakbhushundi sing the glory of devotion

102 Views

काकभुशुंडी भक्ति के महिमा का गान करते है
 
अब सुनु परम बिमल मम बानी । सत्य सुगम निगमादि बखानी ॥
निज सिद्धांत सुनावउँ तोही । सुनु मन धरु सब तजि भजु मोही ॥१॥
 
मम माया संभव संसारा । जीव चराचर बिबिधि प्रकारा ॥
सब मम प्रिय सब मम उपजाए । सब ते अधिक मनुज मोहि भाए ॥२॥
 
तिन्ह महँ द्विज द्विज महँ श्रुतिधारी । तिन्ह महुँ निगम धरम अनुसारी ॥
तिन्ह महँ प्रिय बिरक्त पुनि ग्यानी । ग्यानिहु ते अति प्रिय बिग्यानी ॥३॥
 
तिन्ह ते पुनि मोहि प्रिय निज दासा । जेहि गति मोरि न दूसरि आसा ॥
पुनि पुनि सत्य कहउँ तोहि पाहीं । मोहि सेवक सम प्रिय कोउ नाहीं ॥४॥
 
भगति हीन बिरंचि किन होई । सब जीवहु सम प्रिय मोहि सोई ॥
भगतिवंत अति नीचउ प्रानी । मोहि प्रानप्रिय असि मम बानी ॥५॥
 
(दोहा)
सुचि सुसील सेवक सुमति प्रिय कहु काहि न लाग ।
श्रुति पुरान कह नीति असि सावधान सुनु काग ॥ ८६ ॥
 
કાકભુશુંડિજી ભક્તિનો મહિમા ગાય છે
 
(દોહરો)
સત્ય સુગમ નિર્મળ વળી વખાણેલ વેદે,
વાણી સુણ મારી હવે અનુભવની નેહે.
 
સુણી સત્ય સિદ્ધાંતને ધારણ કર મનમાં,
સર્વ તજીને ભજ મને ભાવથકી ભવમાં
*
મુજ માયાસંભવ સંસાર, જીવ ચરાચર વિવિધ પ્રકાર;
સૌ મુજને પ્રિય મુજથી થયા, સૌથી વધુ પ્રિય જનને ગણ્યા.
 
જનમાં દ્વિજ દ્વિજમાં શ્રુતિવાન, એમાં વેદધર્મ પ્રતિપાળ,
એમાં પ્રિય વિરક્ત વિદ્વાન, એમાં પણ પામ્યા વિજ્ઞાન.
 
એથી પ્રિય મુજને મુજ દાસ મુજ ગતિ જેને અન્ય ન આશ;
સત્ય કહું હું વારંવાર મને દાસસમ પ્રિય ન જરાય.
 
ભક્તિહીન બ્રહ્મા છો હોય સર્વ જીવસમ સમજું કોય,
ભક્તિવંત હો અતિશય નીચ પ્રાણસમો તે મુજને પ્રિય.
 
(દોહરો)
શુચિ સુશીલ સેવક સુમતિ કોને પ્રિય ના થાય,
શ્રુતિપુરાણ એવું કહે, સ્વસ્થ થઈ સુણ કાગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *