Sunday, 8 September, 2024

Kakbhushundi tell story of Ram’s childhood

88 Views
Share :
Kakbhushundi tell story of Ram’s childhood

Kakbhushundi tell story of Ram’s childhood

88 Views

काकभुशुंडी श्रीराम की बाललीला का वर्णन करते है
 
राम कृपा आपनि जड़ताई । कहउँ खगेस सुनहु मन लाई ॥
जब जब राम मनुज तनु धरहीं । भक्त हेतु लील बहु करहीं ॥१॥
 
तब तब अवधपुरी मैं ज़ाऊँ । बालचरित बिलोकि हरषाऊँ ॥
जन्म महोत्सव देखउँ जाई । बरष पाँच तहँ रहउँ लोभाई ॥२॥
 
इष्टदेव मम बालक रामा । सोभा बपुष कोटि सत कामा ॥
निज प्रभु बदन निहारि निहारी । लोचन सुफल करउँ उरगारी ॥३॥
 
लघु बायस बपु धरि हरि संगा । देखउँ बालचरित बहुरंगा ॥४॥
 
(दोहा)
लरिकाईं जहँ जहँ फिरहिं तहँ तहँ संग उड़ाउँ ।
जूठनि परइ अजिर महँ सो उठाइ करि खाउँ ॥ ७५(क) ॥
 
एक बार अतिसय सब चरित किए रघुबीर ।
सुमिरत प्रभु लीला सोइ पुलकित भयउ सरीर ॥ ७५(ख) ॥
 
કાકભુશુંડિજી શ્રીરામની બાળલીલા સંભળાવે છે
 
(દોહરો)
કથા  રામકરુણા અને મારી જડતાની,
ધ્યાન દઈને સાંભળો ખગેશ હે જ્ઞાની !
*
રામ મનુજતન જ્યારે ધરે ભક્તકાજ લીલા બહુ કરે,
ત્યારે અવધપુરીમાં જઉં, પ્રસન્ન બાલચરિતથી બનું.
 
પાંચ વરસ ત્યાં વાસ કરું જન્મોત્સવરસ હૃદય ભરું,
ઈષ્ટદેવ મુજ બાળક રામ શોભા પરમ કોટિશત કામ,
 
નીરખી પ્રભુનું વદન રસાળ લોચન સફળ કરું સુવિશાળ,
લઘુ વાયસવપુ ધરતાં સંગ દેખું બાલચરિત બહુરંગ.
 
(દોહરો)
જ્યાં પણ શિશુ રૂપે ફરે ત્યાં ત્યાં સાથ જઉં,
ઉચ્છિષ્ટ પડે આંગણે એને ગ્રહી લઉં.
 
એક વાર કરતા રહ્યા લીલા સૌ રઘુવીર,
લીલા પ્રભુની એ સ્મરી પુલકિત થયું શરીર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *