Tuesday, 12 November, 2024

The tale of Ram’s childhood

108 Views
Share :
The tale of Ram’s childhood

The tale of Ram’s childhood

108 Views

श्रीराम की बाललीला
 
कहइ भसुंड सुनहु खगनायक । रामचरित सेवक सुखदायक ॥
नृपमंदिर सुंदर सब भाँती । खचित कनक मनि नाना जाती ॥१॥
 
बरनि न जाइ रुचिर अँगनाई । जहँ खेलहिं नित चारिउ भाई ॥
बालबिनोद करत रघुराई । बिचरत अजिर जननि सुखदाई ॥२॥
 
मरकत मृदुल कलेवर स्यामा । अंग अंग प्रति छबि बहु कामा ॥
नव राजीव अरुन मृदु चरना । पदज रुचिर नख ससि दुति हरना ॥३॥
 
ललित अंक कुलिसादिक चारी । नूपुर चारू मधुर रवकारी ॥
चारु पुरट मनि रचित बनाई । कटि किंकिन कल मुखर सुहाई ॥४॥
 
(दोहा)
रेखा त्रय सुन्दर उदर नाभी रुचिर गँभीर ।
उर आयत भ्राजत बिबिध बाल बिभूषन चीर ॥ ७६ ॥
 
શ્રીરામની બાળલીલા
 
(દોહરો)
રામચરિતને સાંભળો સેવક સુખકર  આજ,
ભવસાગરમાં સમજતાં તરવાકાજ જહાજ.
 
સુંદર સ્વર્ણમહેલમાં રત્ન જડેલ અનેક,
વર્ણન કરી શકાય ના સુરમ્ય આંગણ છેક.
 
ચારે ભાઈ ત્યાં રમે જનની સુખ ધરતાં,
બાળસહજ ક્રીડા કરી રઘુનંદન ફરતા.
 
મરકત મણિશું શ્યામ ને સોહે મૃદુલ શરીર,
અંગાંગમહીં કામની સુંદરતા સુચિ ધીર.
 
લાલ કમળશાં મૃદુલ ને લાલ ચરણ સોહે,
અંગુલિનખ શશિકાંતિને હરે, ચિત્ત મોહે.
 
ચાર ચિહ્ન ચરણે વળી નૂપુરશબ્દ રસાળ,
મણિમંડિત કટિકિંકિની રેલે સ્વરો અપાર.
 
રેખાત્રય સુંદર ઉદર, નાભિ સરસ ગંભીર;
હૃદયે સોહે શિશુસહજ વિવિધ વિભૂષણ ચીર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *