Saturday, 27 July, 2024

Kakbhushundi’s guru intervene

80 Views
Share :
Kakbhushundi’s guru intervene

Kakbhushundi’s guru intervene

80 Views

शाप से काकभुशुंडी को बचाने के लिए गुरु की शिवजी को विनती
 
मंदिर माझ भई नभ बानी । रे हतभाग्य अग्य अभिमानी ॥
जद्यपि तव गुर कें नहिं क्रोधा । अति कृपाल चित सम्यक बोधा ॥१॥
 
तदपि साप सठ दैहउँ तोही । नीति बिरोध सोहाइ न मोही ॥
जौं नहिं दंड करौं खल तोरा । भ्रष्ट होइ श्रुतिमारग मोरा ॥२॥
 
जे सठ गुर सन इरिषा करहीं । रौरव नरक कोटि जुग परहीं ॥
त्रिजग जोनि पुनि धरहिं सरीरा । अयुत जन्म भरि पावहिं पीरा ॥३॥
 
बैठ रहेसि अजगर इव पापी । सर्प होहि खल मल मति ब्यापी ॥
महा बिटप कोटर महुँ जाई । रहु अधमाधम अधगति पाई ॥४॥
 
(दोहा)
हाहाकार कीन्ह गुर दारुन सुनि सिव साप ॥
कंपित मोहि बिलोकि अति उर उपजा परिताप ॥ १०७(क) ॥ 
 
करि दंडवत सप्रेम द्विज सिव सन्मुख कर जोरि ।
बिनय करत गदगद स्वर समुझि घोर गति मोरि ॥ १०७(ख) ॥
 
કાકભુશુંડિજીને શ્રાપમાંથી બચાવવા ગુરુ શિવજીને વિનતી કરે છે
 
થઈ મંદિરે આકાશવાણી અજ્ઞ હતભાગી રે અભિમાની,
તારા ગુરુને નથી થયો ક્રોધ ભારે કૃપાળુ સમ્યક બોધ.
 
તોય આપીશ શાપ તને હા, નીતિવિરોધ ગમે મુજને ના;
દઉ દંડ ના ખલ તુજને જો નષ્ટ વેદનો માર્ગ બને તો.
 
ઈર્ષ્યા શઠજન ગુરુની કરે જે પડે રૌરવ કોટિ યુગો તે;
પછી જન્મે પક્ષીપશુ બનતાં, જન્મ સહસ્ત્ર પામે દુ:ખે પડતાં.
 
બેસી અજગર પેઠે રહ્યો પાપી, તારી બુદ્ધિ મલે રહી વ્યાપી,
મહાવિટપ કોતરમાં જઈને રહે તેથી તું સર્પ બનીને,
અધોગતિ અધમાધમ પામ છોડી અંતરનો આરામ.
 
(દોહરો)
સુણતાં ક્ષુબ્ધ બની ગયા કઠોર એ શિવશાપ,
મુજને કંપિત દેખતાં ઉર પ્રગટયો પરિતાપ.
 
કરી દંડવત તરત દ્વિજ શિવને જોડી હાથ,
કરવા લાગ્યા વિનયને ગદગદ સ્વરની સાથ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *