Friday, 20 September, 2024

શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન

96 Views
Share :
શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન

શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન

96 Views

ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભૈરવનું મહત્વ બહુજ વધારે છે અને એની માનતા પણ વધારે છે. કાલ ભૈરવનું આ ઉજ્જૈન સ્થિત મંદિર બહુજ પુરાણું છે અને એ જોવાં લાયક પણ છે જ. આ મંદિરમાં મદિરા પ્રસાદ રૂપે મળે છે એનાંથી પણ વધુ આશ્ચર્યની વાતએ છે કે આ મંદિરમાં કાલભૈરવની મૂર્તિ પણ મદિરા પાન પ્રસાદ રૂપ એ લે છે. તાત્પર્યાર્થ એ કે એ પણ પીવે છે પણ આજ સુધી વિજ્ઞાન પણ એ પતો નથી લગાવી શક્યું કે રોજ મૂર્તિને ધરાતી અને એના દ્વારા પીવાતી મદિરા જાય છે ક્યાં? આ રહસ્ય હજી સુધી તો અકબંધ જ છે, પણ આ મંદિર વિશિષ્ટ છે અને અનેક માન્યતાઓથી ભરપુર છે એમાં ના પાડી શકાય એમે નથી જ.

આપણા ભારતમાં અનેક એવાં મંદિરો છે જેના રહસ્યો આજ સુધી વણઉકલ્યા જ રહ્યાં છે. ભારતમાં ઘણાં એવાં વિશિષ્ટ અને ખુબ જ જાણીતાંમંદિરો છે જે અજાયબીઓથી ભરપુર છે. જેમકે કરણી માતા મંદિર, નિધિ વન મંદિર, તનોટ માતા મંદિર, મમલેશ્વર મહાદેવ મંદિર, ભૂતેશ્વરનાથ શિવલિંગ, અચલેશ્વર મહાદેવ મંદિર, જવાળામુખી દેવી મંદિર એટલાં બધાં પ્રખ્યાત છે અને એની વિશેષતાઓ અપરંપાર છે, એનાં રહસ્યો હજી સુધી તો વિજ્ઞાન નથી જ શોધી શક્યું!!!

મહાકાલ નગરી ઉજ્જૈનમાં સ્થિત કાલ ભૈરવનું મંદિર અનેક રીતે અજાયબીઓથી ભરપુર છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન કાલ ભૈરવ સાક્ષાત રૂપમાં મદિરા પાન કરે છે!!! એ તો આપણે જાણીએ જ છીએ કે કાલ ભૈરવના પ્રત્યેક મંદિરમાં મદિરા પ્રસાદનાં રૂપમાં ચઢાવવામાં આવે છે, પરંતુ ઉજ્જૈન સ્થિત કાલ ભૈરવનાં મંદિરમાં જેવો શરાબ ભરેલો પ્યાલો કાલ ભૈરવમૂર્તિનાં મો આગળ લઇ જઈએ કે તરત જ જોતજોતામાં એ શરાબનો પ્યાલો ખાલી થઇ જાય છે!!! આવું બીજે કશે જ બનતું નથી અને એ શરાબ જાય છે ક્યાં એનો પતો આ જન્મમાં તો કોઈ જ લગાવી શક્યું નથી જ!!!

હજાર વર્ષ પુરાણું છે આ મંદિર

મધ્ય પ્રદેશનાં ઉજૈન શહેરથી લગભગ ૮ કિલોમીટર દુર ક્ષિપ્રા નદીનાં તટ પર કાલભૈરવ મંદિર સ્થિત છે. કાલ ભૈરવનું આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પુરાણું છે એમ માનવામાં આવે છે. આ એક વામ માર્ગી તાંત્રિક મંદિર છે. વામ માર્ગનાં મંદિરોમાં માંસ, મદિરા, બલિ, મુદ્રા જેવાં પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહીંયા માત્ર તાંત્રીકોને જ વાવણી અનુમતિ હતી. એ અહીંયા તાંત્રિક ક્રિયાઓ કરતાં હતાં. કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે ખોલી દેવામાં આવ્યું.

કેટલાંક વર્ષો પહેલાં અહીંયા જાનવરોની બલિ ચઢાવવામાં આવતી હતી પરંતુ હવે એ પ્રથા બંધ જ કરી દેવામાં આવી છે!!! હવે ભગવાન ભૈરવને કેવળ મદિરાનો જ ભોગ ધરાવવામાં આવે છે. કાળભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે!!! એ ક્યારે ? કેવી રીતે? અને કેમ શરુ કરવામાં આવ્યો એ કોઈ જ જાણતું નથી!!!

મંદિરમાં કાલ ભૈરવની મૂર્તિની સામે ઝૂલામાં બટુક ભૈરવની મૂર્તિ બિરાજમાન છે. બાહરી દીવાલો પર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે!!! સભાગૃહની ઉત્તર તરફ પાતાળ ભૈરવી નામની એક નાનકડી ગુફા પણ છે!!!

કહેવાય છે કે બહુજ વર્ષો પહેલાં એક અંગ્રેજ અધિકારી એ આ વાતની ગહન તહકીકાત કરાવી હતી કે આખરે આ શરાબ જાય છે ક્યાં? એ માટે એણે પ્રતિમાની આસપાસ ઘને ઊંડે સુધી ખોદાવ્યું પણ હતું, પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું!!! એનાં પછી એ અંગ્રેજ ખુદ પણ કાલ ભૈરવણો ભક્ત બની ગયો!!!

સ્કંદ પુરાણમાં છે મંદિર સાથે જોડાયેલી વાત

મંદિરમાં શરાબ ચઢાવવાની ગાથા પણ બેહદ દિલચશ્પ છે. અહીંયાના પુજારી બતાવે છે કે સ્કંદ પુરાણમાં આ જગ્યાના ધાર્મિક મહત્વનો ઉલ્લેખ છે. એનાં અનુસાર ચારે વેદોના રચયિતા ભગવાન બ્રહ્માએ જ્યારે પાંચમા વેદની રચનાનો ફેંસલો લીધો, તો એમણે આ કામ કરતાં રોકવાં માટે દેવતા ભગવાન શિવની શરણમાં આવ્યાં!!! બ્રહ્માજીએ એમની વાત ના માની!!! આનાં પર ભગવાન શિવજીએ ક્રોધિત થઈને પોતાનાં ત્રીજા નેત્રથી બાળક બટુક ભૈરવને પ્રકટ કર્યા.

આ ઉગ્ર સ્વભાવનાં બાલકે ગુસ્સામાં આવી જઈને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાંખ્યું. આનાથી લાગેલા બ્રહ્મ હત્યાનાં પાપને દૂર કરવાં માટે એ અનેક સ્થાનો પર ગયાં, પરંતુ એમણે મુક્તિ મળી નહીં!!! ત્યારે ભૈરવે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવે ભૈરવને બતાવ્યું કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનાં તટ પર ઓખર સ્મશાનની પાસે તપસ્યા કરવાથી એને પાપમાંથી મુક્તિ મળશે!!! ત્યારથી જ ત્યાં કાલ ભૈરવની પૂજા થઇ રહી છે!!! કાલાંતરમાં ત્યાં એક મોટું મંદિર બની ગયું. મંદિરનો જીર્ણોધ્ધાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો!!!

ભગવાન કાલ ભૈરવ સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો

[૧] કાલ ભૈરવ ભગવાન શિવનાં અત્યંત જ ઉગ્ર તથા તેજસ્વી સ્વરૂપ છે

[૨] બધાં જ પ્રકારનાં પૂજન, હવન, પ્રયોગમાં રક્ષાર્થ એમનું પૂજન થાય છે

[૩] બ્રહ્માજીનું પાંચમું શીશ ખંડન ભૈરવે જ કર્યું હતું !!!

[૪] એમણે કાશીના કોટવાલ માનવામાં આવે છે

કાલ ભૈરવ મંત્ર અને સાધના  —–
મંત્ર  —— ॥ ઉં ભ્રં કાલભૈરવાય ફટ॥

સાધના વિધિ  – કાળા રંગના વસ્ત્ર પહેરીને તથા કાળા રંગના જ આસન બિછાવીને, દક્ષિણ દિશાતરફ મોં કરીને બેસો તથા ઉપરોક્ત મંત્રની ૧૦૮ માળા કરો!!!

લાભ – આ સાધનાથી ભયનો વિનાશ થાય છે!!!

મંદિરનાં પુજારી ગોપાલ મહારાજના જણાવ્યા અનુસાર અહીંયા વિશિષ્ટ મંત્રો દ્વારા બાબાને અભિમંત્રિત કરીને એમને મદિરાનું પણ સેવન કરાવવામાં આવે છે!!! જેને એ બહુજ ખુશી ખુશી સ્વીકાર પણ કરી લે છે અને ભક્તોની મુરાદ પૂરી પણ કરે છે!!!

ક્યારથી શરુ થયો આ સિલસિલો

કાલ ભૈરવને મદિરા પીવડાવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે. એ ક્યારે શરુ થયો એ વિષે કોઈ ચોક્કસ સમય નિશ્ચિત નથી. અહીં આવવાંવાળાં લોકો અને પંડિતોનું કહેવું છે કે એ બાળપણથી જ ભૈરવ બાબાને ભોગ ધરાવતાં આવી રહ્યાં છે જેને તેઓ ખુશી ખુશી ગ્રહણ પણ કરે છે. એમનાં બાપ દાદા પણ એમને એ જ બતાવે છે કે આ એક તાંત્રિક મંદિર હતું. જ્યાં બલિ ચઢાવ્યા પછી બલિ માંસની સાથે – સાથે ભૈરવ બાબાને મદિરા પણ ચઢાવવામાં આવતી હતી. હવે બલિ તો બંધ થઇ ગઈ છે પણ મદિરા ચઢાવવાનો સિલસિલો એમજ જારી છે !!! આ મંદિરની મહત્તાને પ્રશાસનની પણ મંજુરી મળેલી છે. ખાસ અવસરો પર પ્રશાસનની તરફથી પણ બાબાને મદિરા ચઢાવવામાં આવે છે!!!

ઉજ્જૈનના મંદિરોનાં શહેરમાં સ્થિત કાલ ભૈરવ મંદિર પ્રાચીન હિંદુ સંસ્કૃતિનું બેહતરીન ઉદાહરણ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર તંત્રનાં પંથથી જોડાયેલું છે. સ્કંદ પુરાણમાં આજ કાલ ભૈરવનું અવંતિ ખંડમાં વર્ણન મળે છે. એમનાં નામથી જ આ ક્ષેત્ર ભૈરવગઢ કહેવાય છે. કાલ ભૈરવને ભગવાન શંકરની ભયંકર અભિવ્યક્તિઓમાની એક માનવામાં આવે છે. અત: શિવની નગરી માં એમનાં જ રુદ્રાવતાર, કાલ ભૈરવનું આ સ્થાન બહુજ મહત્વનું છે!!!

રાજા ભદ્રસેન દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરનું નિર્માણ રાજા જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું છે. સેંકડો ભકત આ મંદિરમાં રોજેરોજ આવે છે અને આસાનાથી મંદિર પરિસરની ચારે તરફ રાખ લિપ્ત શરીરવાળા સાધુઓને જુએ છે!!! આ મંદિરમાં એક સુંદર દીપશિખા છે. મંદિર પરિસરમાં એક વડનું ઝાડ છે અને આ ઝાડની નીચે એક શિવલિંગ છે. આ શિવલિંગ નંદીની મૂર્તિની એકદમ સામે સ્થિત છે. ભક્તોને એવો વિશ્વાસ છે કે જે ઈચ્છા દિલથી કરીએ તો તે હંમેશા જ પૂરી થાય છે. મહાશિવરાત્રીના શુભ અવસર પર આ મંદિરમાં એક વિશાલ મેળો ભરાય છે!!!

બાબા ભૈરવની પૂજાની ત્રણ વિધિઓ છે 

[૧] સાત્વિક
[૨] તામસિક
[૩] રાજસી

સાત્વિક પૂજાની અંદર બાબાને ગંધ, દીપ, અક્ષત, રોલી, પુષ્પ,ફળ, નારિયેળનો ભોગ ધરાવાય છે. રાજસી પૂજામાં ઉપરોક્ત બધી ચીજો સાથે પશુ બલિ પણ આપવામાં આવે છે

તામસિક પૂજામાં ઉપરોક્ત બધી ચીજોની સાથે શરાબ અને પશુ બલિ અને શાસ્ત્રીય ગાયન પણ સંભળાવવામાં આવે છે

પરંતુ તામસિક પૂજા કોઈ વિશિષ્ટ જ્ઞાની ગુરુનાં સાનિધ્યમાં જ કરી શકાય છે. એટલાં માટે સૌથી સરળ પૂજા સાત્વિક જ માનવામાં આવે છે !!! જે રીતે આ પૂજાઓનું વિધાન અલગ છે એવી જ રીતે એમનો પ્રભાવ પણ અલગ છે !!!

સાત્વિક પૂજા – નાં લાભથી અકાલ મૃત્યુનો નાશ, આયુ વૃદ્ધિ, આરોગ્ય વૃદ્ધિ થાય છે.

રાજસી પૂજા – નાં લાભથી ધર્મ જ્ઞાનની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ થાય છે અને સન્માન અને સુખ-સુવિધાઓ પણ વધે છે.

તામસિક પૂજા -નાં લાભથી શત્રુ દમન, ભૂત -પ્રેત બાધાથી બચાવ થાય છે.
રવિવાર અને મંગળવાર ભૈરવજીનાં પૂજાનાં દિવસો માનવામાં આવે છે!!!

સંરચના એવં ઈતિહાસ

મંદીરની ચારે તરફ બનેલી પરકાટોં વાળી લાંબી પત્થરની દીવાલ એ બતાવે છે કે આ પરમારકાલીન મંદિર છે. શ્રી કાલ ભૈરવનાં મંદિરમાં શ્રી ભૈરવ મહારાજની સાથે આરાધ્ય શિવની સાથે પાર્વતી, વિષ્ણુ અને ગણેશજીની પરમારકાલીન મૂર્તિઓ પણ સ્થાપિત છે. એની સાથે જ મંદિરમાં માલવા શૈલીનાં સુંદર ચિત્ર પણ અંકિત છે !!! મંદિરનાં પ્રાંગણમાં એક મુખવાળા ભગવાન દત્તાત્રેય પણ સ્થાપિત છે જે દર્શનાર્થીઓને ભારતની ધાર્મિક ગાથાથી પરિચિત કરાવે છે!!!

બીજું બધું તો ઠીક છે પણ એક કામ કરી જ શકાય છે એક વાર કાલભૈરવને મદિરા પાન કરાવવાથી જો તમારું મદિરાપાન છૂટી શકતું હોય તો આ મદિરા પણ કરાવવા જેવું ખરું જ!!! આવા અદભૂત, અલૌકિક, ચમત્કારી અને રહસ્યમયી મંદિરની મુલાકાત અવશ્ય લેજો જ લેજો!!!

શત શત નમન કાલ ભૈરવજીને !!!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *