કલાના મુલ Lyrics in Gujarati
By-Gujju29-09-2023

કલાના મુલ Lyrics in Gujarati
By Gujju29-09-2023
એ જે કોઈ સાચો કલાકાર છે
હરિ વર એની હારોહાર છે
કલા ઈશ્વરનુ રૂપ
આખા જગતનો ભૂપ
કલાનો કદી ના આવે પાર
જગમાં કલાના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલા ના મુલ ના મુલવીયે રે
જગમાં કલાના મુલ ના મુલવીયે રે
એ ભાઈ મારા કલા કુદરત કેરી ભેટ રે માનવિયું
કલના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે
કલાનુ જીવથી જતન કરો વ્હાલા
કલા પ્રભુનુ બીજું રૂપ છે રે વ્હાલા
કલાના રંગ રૂપ છે સૌથી નિરાલા
કલા સાગર જેના કોઈ ના સિમાડા
રૂડા કરજો એવા કામ રાજી રાખે મારો રામ
કલા વાતનો આવે નહિ પાર
જગમાં કલાના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે
એ ભાઈ મારા કલા કુદરત કેરી ભેટ રે માનવિયું
કલાના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે
હે ધન દોલતથી ના તોલો કલાને
હૈયાના હોફથી વધાવવો કલાને
ઉપરવાળો રાજી જોય કલાને
મોંઘેરા માન સૌ દેજો કલાને
હે કલા સૌને રાજી રાજી રાખે માનવિયું
કલાથી મોટું કોઈ નથી રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે
એ ભાઈ મારા કલા કુદરત કેરી ભેટ રે માનવિયું
કલા ના મુલ ના મુલવીયે રે
કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે