Kala Te Ajab Rachi Kirtar Lyrics in Gujarati
By-Gujju02-05-2023
547 Views
Kala Te Ajab Rachi Kirtar Lyrics in Gujarati
By Gujju02-05-2023
547 Views
પામે નહી કોઈ પાર,
કળા તેં અજબ રચી કિરતાર
એનો પામે નહી કોઇ પાર.
કળા તેં અજબ …
એક વ્યક્તિને વસ્ત્રના વાંધા,
જમાવા મળે નહી જુવાર
અડધા નગ્નને ફરે ઊઘાડા,
પુત્ર નારી પરીવાર.
કળા તેં અજબ …
એક અમનને ચમન ઊડાવે,
પૈસાનો નહી પાર
રહેવા માટે મહેલ મજાના,
હુકમે દાસ હજાર.
કળા તેં અજબ …
એક શરીરે આભને ઓઢે,
પૃથ્વી પાથરનાર
કાળી મજુરી કરવાં છતાંય,
બને નહીં ઘરબાર.
કળા તેં અજબ …
“કાન” કહે કુદરત તારી કળાનો,
કોક હશે કળનાર
સૌ સૌને પ્રભુજી આપે સૌનું,
સૌનો સરજનહાર.
કળા તેં અજબ …