કાન્હાને વાલી રાધા Lyrics in Gujarati
By-Gujju04-09-2023
કાન્હાને વાલી રાધા Lyrics in Gujarati
By Gujju04-09-2023
હો રાધા વિના શ્યામને દિઠું નથી ગમતું
રાધાનું નામ મારા રૂદિયામાં રમતું
હો તું છે મારો વાલમિયોને હું છું રાધા રાણી
ગમતી રાધાને તારી મીઠી મીઠી વાણી
હે દુઃખતું માથુંને રાખતી એ બાધા
હે દુઃખતું માથુંને રાખતી એ બાધા
દુઃખતું માથુંને રાખતી એ બાધા
મને જીવથી વાલી છે મારી રાધા
એ માગું જનમોનો સાથ તારો માધા
માગું જનમોનો સાથ તારો માધા
સ્વાસ્ ખૂટે ના છૂટે તારી રાધા
હો વાગી છે વાંસળીને સુર છે મધુરો
રાધા વિના શ્યામ લાગે અધૂરો
હે દુઃખતું માથુંને રાખતી એ બાધા
દુઃખતું માથુંને રાખતી એ બાધા
મને જીવથી વાલી છે મારી રાધા
સ્વાસ્ ખૂટે ના છૂટે તારી રાધાહો
હો રાધાની કાન્હા સાથે જુની ઓળખાણ છે
રાધા છે ખોળિયું તો કાન્હો એનો પ્રાણ છે
હો તારા મારા પ્રેમથી દુનિયા ક્યાં અજાણ છે
રાધાનો શ્યામ છું એ મારી ઓળખાણ છે
હો તારાને મારા ગીતો જગ આખું ગાય છે
કાન્હો મનાવે એટલે રાધા રિહાય છે
હે રાખી બાધા મેં તારા માટે માધા
રાખી બાધા મેં તારા માટે માધા
સ્વાસ્ ખૂટે ના છૂટે તારી રાધા
હે મને જીવ થી વાલી છે મારી રાધા
હો તારોને મારો ભવો ભવનો સંગાથ છે
હૈયેને હોઠે એક રાધા તારું નામ છે
હો રૂડું વનરાવનને જોડે ઘનશ્યામ છે
કાન્હા વિના રાધા ને કોઈનું ક્યાં કામ છે
હો તારી ને મારી વચ્ચે રીત એક રેવાની
રાધાને શ્યામની પ્રીત અમર રેવાની
હે દુઃખતું માથુંને રાખતી એ બાધા
દુઃખતું માથુંને રાખતી એ બાધા
મને જીવથી વાલી છે મારી રાધા
હો સ્વાસ્ ખૂટે ના છૂટે તારી રાધા
હે મને જીવ થી વાલી છે મારી રાધા