Friday, 5 December, 2025

Kankotri Lyrics in Gujarati

383 Views
Share :
Kankotri Lyrics in Gujarati

Kankotri Lyrics in Gujarati

383 Views

લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
હો લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોતની કંકોત્રી

હો ખુદથી વિહોણા કરવા મને નોતરી
ખુદથી વિહોણા કરવા મને નોતરી
નોતરૂં નથી આ મારા મોતની કંકોત્રી

હો તમારી થશે રોજ ખુશીઓનું ગાન
અમારી દુનિયા થશે દર્દની દુકાન
તમારી રોજ હશે અજવાળી રાત
મારા દિલની ગલીયો થાશે વીરાણ

હો મળે તમને બીજું કોઈ અમને ગયા ભુલી
તરછોડી મેલી મને તમે ગયા ભુલી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોતની કંકોત્રી

ના સમજી શકે કેટલી મહોબત હતી
એટલી જેમ સુરજ વિના સવારો નથી
નથી કોઈ સીમા કે દિવારો નથી
મારા પ્રેમ દરિયાનો કોઈ કિનારો નથી
કિનારો નથી

તોયે ના કદર સાચા પ્રેમની કરે
જોવે તોય પથ્થર દિલ બનીને ફરે

હો પ્રેમ ના બદલામાં એવી આશ મને નોતી
દિલના ટુકડાઓ આ જુંડસે નહિ ફરી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોત ની કંકોત્રી

ના ટાળી શકાય જે લખ્યું છે લલાટે
તકદીર લઇ જાય જ્યાં જઈશું એ વાટે
હસતી આંખે તમે ચોરી એ જાશો
અને અમે મોત સાથે ફેરા ફરશો
ફેરા ફરશો

પણ આ દિલને રહેશે અફસોસ
કીધું ના તમે કે શું હતો મારો દોષ

તમે હવે બનશો કોઈ બીજાની જિંદગી
તમે ખુશ રહો એવી કરશું અમે બંદગી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારી મોતની કંકોત્રી
કાગળ નથી આ મારી મોતની કંકોત્રી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *