Kanku Chaati Kankotri Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Kanku Chaati Kankotri Lyrics in Gujarati
By Gujju25-04-2023
કંકુ છાંટી કંકોત્રી મોકલો
કેસર છાંટી કંકોત્રી મોકલો
એમ લખો મારી બેનીબાના નામ માણેક સ્થભ રોપિયો
જેની જગમાં મળે નહિ જોડ રે
જેની જગમાં મળે નહિ જોડ રે
મારી બેની નાગરવેલનો છોડ માણેક સ્થભ રોપિયો
કંકુ છાંટી કંકોત્રી મોકલો
પેલી કંકોત્રી કાકા ઘેર મોકલો
પેલી કંકોત્રી કાકા ઘેર મોકલો
કાકા હોંશે ભત્રીજી પરણાવો માણેક સ્થભ રોપિયો
કંકુ છાંટી કંકોત્રી મોકલો
કેસર છાંટી કંકોત્રી મોકલો
બીજી કંકોત્રી મામા ઘેર મોકલો
બીજી કંકોત્રી મામા ઘેર મોકલો
મામા વેલે મોસાળા લઈ આવો માણેક સ્થભ રોપિયો
કંકુ છાંટી કંકોત્રી મોકલો
કેસર છાંટી કંકોત્રી મોકલો
ત્રીજી કંકોત્રી માસી ઘેર મોકલો
ત્રીજી કંકોત્રી માસી ઘેર મોકલો
માસી હરખે ભાણેજ પરણાવો માણેક સ્થભ રોપિયો
કંકુ છાંટી કંકોત્રી મોકલો
કેસર છાંટી કંકોત્રી મોકલો
gujjuplanet.com
એમ લખો મારી બેનીબાના નામ માણેક સ્થભ રોપિયો
કંકુ છાંટી કંકોત્રી મોકલો
કંકુ છાંટી કંકોત્રી મોકલો
કેસર છાંટી કંકોત્રી મોકલો
કેસર છાંટી કંકોત્રી મોકલો