કાનુડાના બાગમાં Lyrics in Gujarati
By-Gujju02-09-2023
550 Views

કાનુડાના બાગમાં Lyrics in Gujarati
By Gujju02-09-2023
550 Views
એ..કાનુડાના બાગમાં
ચંપોને ચંપે આવ્યાં છે ફૂલ.
ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો
માને નહીં કેમ.
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે
એ વાલા મને ઉતારામાં ઓરડાને
કાંઈ મેડીના મોલ
મોલ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે
એ સાજનને ભોજન લાપશીને
કઈ કઢિયેલ દૂધ,
દૂધ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે
એપ્રીતમને પોઢણ ઢોલીયાને
કાંઈ હિંડોળા ખાટ,
ખાટ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે