Kanudo Kalo Kalo Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Kanudo Kalo Kalo Lyrics in Gujarati
By Gujju28-04-2023
કાનુડો કાળો કાળો હે રાધા છે ગોરી ગોરી
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી
કાનુડો કાળો કાળો
મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાયે
મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાયે
શુદ્ધ પ્રેમ જાખી થાયે
અજ્ઞાની જીવ જાયે અજ્ઞાની જીવ જાયે
ત્યાં મનડું જાયે દોરી
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
કાનુડો કાળો કાળો
gujjuplanet.com
ઘાયલ ગતિને ઘાયલ જે હોય તેજ જાણે
ઘાયલ ગતિને ઘાયલ જે હોય તેજ જાણે
જે હોય તેજ જાણે
કોઈ ગયુ મુજ જોડ કોઈ ગયુ મુજ જોડ
દિન હૃદય ચોરી
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
કાનુડો કાળો કાળો
છે પ્રેમ સર્વ વ્યાપી વહેમી જનો શું જાણે
છે પ્રેમ સર્વ વ્યાપી વહેમી જનો શું જાણે
વહેમી જનો શું જાણે
અજ્ઞાની ને અનાડી અજ્ઞાની ને અનાડી
ઊંઘણશી ને અઘોરી
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
કાનુડો કાળો કાળો
સતારશાહ નિઝામી પ્રેમીની છે મુનાદી
પ્રેમીની છે મુનાદી
પ્રીતિ કરોતો એવી પ્રીતિ કરોતો એવી
જેમ ચંદ્ર ને ચકોરી
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
કાનુડો કાળો કાળો
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી
છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી
કાનુડો કાળો કાળો
રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો