Kanudo Shu Jaane Mari Preet Lyrics in Gujarati
By-Gujju29-04-2023
451 Views
Kanudo Shu Jaane Mari Preet Lyrics in Gujarati
By Gujju29-04-2023
451 Views
કાડો શું જાણે મારી પ્રિત
કાનુડા શું જાણે મારી પ્રિત,
બાઇયું અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રિત …
જળ રે યમુનાના અમે ભરવાને ગ્યાંતા વાલા,
કાનુડે ઊડાડયા આછા નીર, ઉડ્યાફર રર રે…
કાનુડો શું જાણે મારી પ્રિત …
વૃન્દાવનમાં વાલે રાસ રે રચ્યો છે વાલા
સોળસો ગોપીના ખેંચ્યા ચીર, ફાટયા ચ૨ ૨૨ રે …
કાનુડો શું જાણે મારી પ્રિત …
હુંતો વેરાગણ કાના, તમારા રે નામની વાલા
કાનુડે તાણીને માર્યાં તીર, વાગ્યા અર ૨૨ રે …
કાનુડો શું જાણે મારી પ્રિત …
“બાઇમીરાં” કહે પ્રભુ, ગિરધરના ગુણ વાલા
કાનુડે બાળીને કીધા ખાખ, ઊડી ખર ૨૨ રે
કાનુડો શું જાણે મારી પ્રિત …