Saturday, 21 December, 2024

Kashtabhanjan Kesari Lyrics in Gujarati – Alpa patel

676 Views
Share :
Kashtabhanjan Kesari Lyrics in Gujarati – Alpa patel

Kashtabhanjan Kesari Lyrics in Gujarati – Alpa patel

676 Views

કપિ શ્રેષ્ઠ બલવંત વજ્ર કાયા અંજની જાયા તમે
શ્રી રામ બોલી મચક દીધી ધરણ આખી ધમધમે
સેવક બન્યા સહેજે શિવા, રઘુનંદ રાધવના તમે
શ્રી રામદૂત બિરુદ બહુ પ્રભુ કષ્ટ ભંજનને ગમે…

અંજની માતાના છો તમે બાળા રે હનુમાનજી
ગોપાળાનંદ સ્વામીના છો વ્હાલા રે હનુમાનજી
સાળંગપુરમાં સંતો એ પધરાવ્યા રે હનુમાનજી
કષ્ટભંજન કેસરી હસાવ્યા રે હનુમાનજી…

ભૂત પ્રેત ડાકણ ડરે શાકણ દુઃખ દારીદર હરે
કોઈ હેતથી જો કષ્ટભંજન દેવનું સ્મરણ કરે
સઘળી ઉપાધિ સેવકોની પલકમાં પરદે કરે
જય જય કપિ બળવંત બહુ કાલિકાલમાં પરચા પુરે..

રામજીને રાખ્યા છે રૂદામાં રે હનુમાનજી….
ધૂળમાં નાખ્યાં રે તમે ધામા રે હનુમાનજી….
સાળંગપુરમાં માં સંતો એ પધરાવ્યા રે હનુમાનજી
કષ્ટભંજન કેસરી હસાવ્યા રે હનુમાનજી…

સિંદૂર લઈ ચપટી શિરે માં જાનકી નજરે પડે
સુની વાત વ્હાલપની પવનસુત તાન બહુ ચિત્તે ચઢે,
રંગાઈ બજરંગ રામની સન્મુખ રહી ઉછળ્યા કરે
આવો પ્રેમ સેવકનો બીજે કહો રામજીને ક્યાં મળે…

દખણ મુખે રે બેઠા સામા રે હનુમાનજી
જાપે રે નાખ્યાં રે સમરથ ધામા રે હનુમાનજી
સાળંગપુરમાં સંતો એ પધરાવ્યા રે હનુમાનજી
કષ્ટભંજન કેસરી હસાવ્યા રે હનુમાનજી..

Singer : Alpa patel Producer : Mahendra Patel
Director : Pranav Jethva JP Music : Dhaval kapadiya
Lyrics : Jayesh prajapati ( Jaykavi)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *