Monday, 9 December, 2024

Kaushaliya Na Kunvar Tamari Aarti Lyrics in Gujarati

5849 Views
Share :
kaushlya na kuvar tamari jay ho aarti lyrics

Kaushaliya Na Kunvar Tamari Aarti Lyrics in Gujarati

5849 Views

કૌશલ્યાના કુંવર તમારી એ આરતી રોજ ઉતારૂં રે
કૌશલ્યાના કુંવર તમારી
ચારણ તણું ચારણા મૃત લેવા એ પ્રેમથી પાય પખાળું રે
કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી એ જી આરતી રોજ ઉતારૂં રે
કૌશલ્યાના કુંવર તમારી

સરયુ જળથી સ્નાન કરાવી જી તિલક કરું રૂપાળું રે
સરયુ જળથી સ્નાન કરાવી જી તિલક કરું રૂપાળું રે
અંગે ઉત્તમ આભુષણને નયનોમાં કાજળ કાળું રે
કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી એ જી આરતી રોજ ઉતારૂં રે
કૌશલ્યાના કુંવર તમારી

 કેડ કટારી એ ધનુષધારાવી અને રઘુવીરને શણગારું રે હો જી
 કેડ કટારી એ ધનુષધારાવી અને રઘુવીરને શણગારું રે
શબરી બનીને એ હામે રે બેસું
શબરી બનીને એ હામે રે બેસું  એ જી બોર જમાડું રે
કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી એ જી આરતી રોજ ઉતારૂં રે
કૌશલ્યાના કુંવર તમારી

કાગ મુનિનું રૂપજ લઇને હે રાઘવને રમાડું રે
કાગ મુનિનું રૂપજ લઇને એ હવે રાઘવને રમાડું રે
અહલ્યા થઇને પડું ચરણોમાં
અહલ્યા થઇને પડું ચરણોમાં એ જી તન મન ધન ઓવારું રે
કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી એ જી આરતી રોજ ઉતારૂં રે
કૌશલ્યાના કુંવર તમારી

મંગલમૂર્તિ રામની જોઇને હે જી અને અતંરમાં બલિહારૂ રે
મંગલમૂર્તિ રામની જોઇને હે જી અને અતંરમાં બલિહારૂ રે
પરુષોત્તમ કહે દાસ બનીને
પરુષોત્તમ કહે દાસ બનીને એ જી ચાહું ચરણ તમારૂ રે
કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી એ જી આરતી રોજ ઉતારૂં રે
કૌશલ્યાના કુંવર તમારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *