Sunday, 22 December, 2024

કેસરભીના કાનજી

333 Views
Share :
કેસરભીના કાનજી

કેસરભીના કાનજી

333 Views

કેસરભીના કાનજી કસુંબે ભીની નાર

MP3 Audio

કેસરભીનાં કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું,
ઊભાં કુંજને દ્વાર … કેસરભીનાં કાનજી

બેમાં સુંદર કોને કહીએ,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને,
માણેકડાં બેહુ હાથ … કેસરભીનાં કાનજી

વેગે કુંજ પધારિયા, 
લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણાં બહુ રોળ … કેસરભીનાં કાનજી

 – નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *