Wednesday, 15 January, 2025

Kesariyo Rang Tara Prem No Lyrics in Gujarati

154 Views
Share :
Kesariyo Rang Tara Prem No Lyrics in Gujarati

Kesariyo Rang Tara Prem No Lyrics in Gujarati

154 Views

કેસરિયો રંગ તારા પ્રેમ નો

અંગ અંગ માં હો
અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ…(2)
સાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

હો સુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુ માં…(2)
સંગ તારું જોવું હર રંગ માં
કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

હો પ્રીતમ વિના વાલમ વિના મનડું માને ના
તારી રે યાદો માં મારુ દલડું લાગે ના
હો ખીલતા આ મોસમ માં આવી જા તું મળવા
માંગુ હું સાથ તારો હર રે જન્મ માં

હો મન નો શણગાર મારા રૂપ નો ચાંદલિયો
હો તારી ઢેલ ને તું મારો રે મેહુલિયો
તું છે હર ધડકન માં તું મારા તન મન માં
તું છે હર ધડકન માં તું મારા તન મન માં
છુપાણો તું મારી હર વાત માં
કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

હો આખો થી દૂર છે દિલ ની નજીક છે
સરખાવું કોની સાથે જીવ થી અધિક છે
હો દિલ ના દર્પણ માં તું છે તું છે હર શ્વાસ માં
દિલ માં છે પ્રેમ તારો હર અહેસાર માં

તરસે મારી આખો યાદો ને આવી પાંખો…(2)
ચાંદ પણ લાગે મને જાંખો
કેસરિયો રંગ તારા પ્રેમ નો

અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ…(2)
સાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નો
હો કેસરિયો રંગ તારા પ્રેમ નો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *