Friday, 15 November, 2024

કેવડા ત્રીજ વ્રત કથા

115 Views
Share :
કેવડા ત્રીજ વ્રત કથા

કેવડા ત્રીજ વ્રત કથા

115 Views

વ્રતની વિધિ: આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી.  આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે.

વ્રત કથા: એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠાં હતા. રમત ખૂબ રસાકસીભરી જામી હતી.  ત્યાંજ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતાં ભગવાનને પૂછી બેઠાં,”સ્વામી, તમને પામવા માટે ક્યું વ્રત કર્યું હશે તે મને યાદ નથી.”

ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું, “હા, મને ખ્યાલ છે. એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી. ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા. એ વખતે તમે પણ ત્યાં હાજર હતા. તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું. નારજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય.આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા.”

ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યાર બાદ તમે તમારી મુંજવણ તમારી સહેલીને કહી. સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો. જે તમે માન્ય રાખ્યો.

એ પછી તમે વનમાં ફરવા ગયા. ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો. તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠાં અને સાથે રમતાં રમતાં માટીનું એક શિવલિંગ બનાવી દીધું. ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો, બીલીપત્ર વગેરે લાવ્યા. ભક્તિભાવે આ બધુ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી. ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો. તેમે એ દિવસે ગુસ્સામાં કઈ ખાધુ ન હતુ. છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી. આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તમે વિનમ્રભાવે ફક્ટ એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હ્રદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો. તથાસ્તુ કહી પછી હું અદ્રશ્ય થઈ ગયો. ત્યારપછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન-મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું. માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું. 

તમે જાણ્યે અજાણ્યે એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા. 

ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ ચઢતા હતા. પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે. 

હે ભોળાનાથ, તમે જેમ પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *