Monday, 23 December, 2024

Kevi Rite Jaish Title Song Lyrics in Gujarati

131 Views
Share :
Kevi Rite Jaish Title Song Lyrics in Gujarati

Kevi Rite Jaish Title Song Lyrics in Gujarati

131 Views

આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ
આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ

વ્હાલનો આ દરિયો છોડી
વ્હાલનો આ દરિયો છોડી
કેવી રીતે જઈશ

આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ

પપાના તીખા ગુસ્સા પરર
મમીનું મીઠું ઉપરાણું

સંબંધો જે સરળ હતા
તે બની ના જાય ઉખાણું

સુની પડશે ભીંતો ઘરની
ખાલી ઘરની ઓટલી
યાદ આવશે ભૂખ લાગતા
માંના હાથની રોટલી

મમતાની આ નદીઓ છોડી
મમતાની આ નદીઓ છોડી
કેવી રીતે જઈશ
આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ

યાદ હું ક્યારેક આવીશ તમને
પાંપણથી ટપકીને

દિવસો વીતશે રાતો ગુજરશે
વ્હાલપને ઝન્ખીને
સાંજ પડે જો દ્વાર ખખડશે
હું આવ્યો એ ભાસ થશે
ને આંગણિયે જોઈ અજાણ્યું
આંખ ફરી ઉદાસ થશે

આંસુનો આ દરિયો છોડી
આંશુનો આ દરિયો છોડી
કેવી રીતે જઈશ
આ ઘર, આ ગલિયો છોડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *